________________
| અધ્યયન-Sાનંદિવર્ધન
[ ૮૯ ]
નિ છઠું અધ્યયન )
પરિચય :
આ અધ્યયનમાં'નંદિવર્ધન' નામના રાજકુમારનું જીવનવૃત્તાંત છે. તે રાજકુમારના નામના આધારે જ આ અધ્યયનનું નામ 'નંદિવર્ધન' પ્રસિદ્ધિ પામ્યું છે.
મથુરા નગરીમાં 'શ્રીદામ' નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને નંદિવર્ધન નામનો પુત્ર હતો. તે સર્વાગ સુંદર એવં લક્ષણયુક્ત હતો. યથા સમયે તેને યુવરાજ બનાવવામાં આવ્યો પણ શ્રીદામની ઉંમર લાંબી હતી તેથી યુવરાજની ૬0 વર્ષની ઉંમર થવા છતાં રાજ્ય ન મળ્યું.
લાંબા સમય સુધી રાજ્ય ન મળતા નંદિવર્ધનની રાજ્યલિસા બળવત્તર બની. તે રાજાના મૃત્યુને ઈચ્છતો તેને મારવાનો ઉપાય વિચારવા લાગ્યો. કોઈ ઉપાય ન સૂઝતાં તેણે રાજાની હજામત કરનાર હજામને અડધા રાજ્યની લાલચ આપી રાજાના ગળામાં છૂરીનો ઘા કરવા કહ્યું.
તે સમયે હજામે રાજ્યના લોભમાં તે વાત સ્વીકારી લીધી પણ પછી તે ભયભીત બની ગયો. ભયના કારણે તેણે સર્વ વૃત્તાંત રાજાને જણાવી દીધું. રાજા રાજકુમાર ઉપર અત્યંત કોપિત થયા અને મૃત્યુદંડ જાહેર કર્યો.
રાજપુરુષોએ તેને બંધનમાં બાંધી, અનેક પ્રકારે પીડાઓ દેતાં નગરમાં ફેરવ્યો. ચૌટા ઉપર અતિ ઉષ્ણ સિંહાસન ઉપર તેને બેસાડી, લોખંડ, ત્રાંબુ તથા શીશુ આદિના અત્યુષ્ણ રસથી અભિષેક કરવા લાગ્યા. તે વખતે ગૌતમ સ્વામી ભિક્ષાર્થે નગરમાં પધાર્યા. આ દશ્ય નિહાળ્યું અને ઉદ્યાનમાં પાછા જઈ ભગવાન પાસે તે દારુણ દશ્યનું વર્ણન કરી, તે રાજકુમારનો પૂર્ભભવ જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરી. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું
સિંહપુર નગરમાં સિંહરથ રાજાનો દુર્યોધન નામનો જેલર હતો. તે અધર્મી અને સંક્લિષ્ટ પરિણામી હતો. તેની પાસે દંડ દેવાના અનેક સાધનો હતા. રાજના અપરાધી ચોર, લૂંટારા, ઘાતક, લંપટ આદિ કોઈ પણ વ્યક્તિ જેલમાં આવે તેને નિર્દયતાપૂર્વક અનેક પ્રકારની યાતનાઓ આપતો હતો.
કેટલાકને હાથી, ઘોડા, ઊંટ, ભેંસ, બકરાદિ પશુઓનું મૂત્રપાન કરાવતો, કેટલાકને તપ્ત તાંબું, લોઢું, સીસું પીવડાવતો, કેટલાકને વિભિન્ન પ્રકારના બંધનોથી મજબૂત બાંધતો, શરીરને વાળતો, સંકોચતો અથવા શસ્ત્રોથી ચીરતો, કેટલાકને ચાબુક આદિથી માર મારી અધમૂઓ કરી દેતો, હાડકાંના ચૂરેચૂરા કરી નાખતો, ઊંધા લટકાવી છેદન કરતો, ક્ષાર મિશ્રિત તેલથી મર્દન કરાવતો, અનેક મર્મસ્થાનોમાં ખીલીઓ ઠોકતો, હાથ–પગની આંગળીઓમાં સોઈઓ ભોંકતો અને તેનાથી જમીન ખોદાવતો, ભીના ચામડાથી