________________
[ ૮૮ ]
શ્રી વિપાક સૂત્ર
બૃહસ્પતિદત્તનું ભવિષ્ય અને ભવપ્રમાણ :|१२ बहस्सइदत्ते णं भंते ! दारए इओ कालगए समाणे कहिं गच्छिहिइ? कहिं उववज्जिहिइ? ___गोयमा ! बहस्सइदत्ते णं दारए पुरोहिए चउसद्धिं वासाइं परमाउयं पालइत्ता अज्जेव तिभागावसेसे दिवसे सूलिय-भिण्णे कए समाणे कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसं सागरोवमट्ठिइएसु णेरइएसु णेरइयत्ताए उववज्जिहिइ । संसारो जहा पढमे जाववाउतेउ आउ पुढवीसु । तओ हत्थिणाउरे णयरे मिगत्ताए पच्चायाइस्सइ । से णं तत्थ वाउरिएहिं वहिए समाणे तत्थेव हत्थिणाउरे णयरे सेट्ठिकुलंसि पुत्तत्ताए पच्चायाहिइ, बोहिं, सोहम्मे कप्पे, महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स । ભાવાર્થ: ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યો- હે ભદંત ! બૃહસ્પતિદત્ત પુરોહિત અહીંથી મૃત્યુ પામીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે?
ભગવાને કહ્યું- હે ગૌતમ ! બૃહસ્પતિદત્ત પુરોહિત ૬૪ વર્ષના આયુષ્યને ભોગવીને આજે જ દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે શૂળી પર ચઢાવવાથી મૃત્યુના સમયે મૃત્યુ પામીને રત્નપ્રભા નામની પ્રથમ નરકભૂમિમાં ઉત્પન્ન થશે. ત્યાંથી નીકળીને પ્રથમ અધ્યયનમાં કહેલા મૃગાપુત્રની જેમ સંસાર પરિભ્રમણ કરતો યાવતુ બધી નરકોમાં ઉત્પન્ન થશે. બધા તિર્યચોમાં તથા એકેન્દ્રિયોમાં લાખો લાખોવાર જન્મ-મરણ કરશે. ત્યાર પછી હસ્તિનાપુર નગરમાં મૃગ રૂપે જન્મ લેશે. શિકારીઓ દ્વારા વધ પામીને તે આ હસ્તિનાપુર નગરમાં શ્રેષ્ઠીકુળમાં પુત્રરૂપે જન્મ ધારણ કરશે. ત્યાં ધર્મને પ્રાપ્ત કરશે અને કાળ કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં ઉત્પન્ન થશે, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે.
ત્યાં અણગાર વૃત્તિ ધારણ કરીને સંયમ આરાધના દ્વારા કર્મોનો ક્ષય કરીને સર્વ કર્મનો અંત કરશે, પરમસિદ્ધિ-મોક્ષને મેળવશે.
નિક્ષેપ :- ઉપસંહાર પ્રથમ અધ્યયનની જેમ જાણવો જોઈએ. વિવેચન :
આ અધ્યયનમાં હિંસાનાં ક્રૂર પરિણામોનું અને પરસ્ત્રીગમનનું દુષ્પરિણામ બતાવવામાં આવ્યું છે. વ્યક્તિ ગમે તેટલી ચતુરાઈ કરે પણ પાપ ક્યારેક તો પ્રગટ થઈ જ જાય. ભોગવિલાસને કારણે બૃહસ્પતિદત્ત રાજપુરોહિત તે જ ભવમાં દારુણ દુઃખે મૃત્યુને પામી, ભવોભવ સુધી નરકનો મહેમાન થયો, માટે મન અને ઈચ્છાઓ પર અંકુશ રાખવો એ જ સુખી થવાનો માર્ગ છે.
II અધ્યયન-પ સંપૂર્ણ |