________________
અધ્યયન-પ/બૃહસ્પતિદત્ત
८७
ઉદાયનકુમા૨નો રાજ્યાભિષેક કર્યો. ઉદાયનકુમાર હિમાલય પર્વતની જેમ મહાન રાજા બની ગયા યાવત્ રાજ્યનું સંચાલન કરવા લાગ્યા.
१० तए णं से बहस्सइदत्ते दारए उदायणस्स रण्णो पुरोहियकम्मं करेमाणे सव्वट्ठाणेसु, सव्वभूमियासु, अंतेउरे य दिण्णवियारे जाए यावि होत्था । तए णं से बहस्सइदत्ते पुरोहिए उदायणस्स रण्णो अंतेउरंसि वेलासु य अवेलासु य, काले य अकाले य, राओ य वियाले य पविसमाणे अण्णया कयाइ पउमावईए देवीए सद्धिं संपलग्गे यावि होत्था । पउमावईए देवीए सद्धि उरालाई भोगभोगाइं भुंजमाणे विहरइ ।
ભાવાર્થ : ત્યાર બાદ બૃહસ્પતિદત્ત કુમાર ઉદાયન રાજાનો પુરોહિત બન્યો અને પુરોહિત સંબંધી કામકાજ કરતો તે સર્વ સ્થાનો, સર્વ ભૂમિઓ તથા અંતઃપુરમાં ઈચ્છાનુસાર કોઈ પણ જાતની રોકટોક વિના આવ–જા કરવા લાગ્યો. ત્યાર બાદ ઉદાયન રાજાના અંતઃપુરમાં કાળે—અકાળે, રાત્રિ અને સંધ્યાકાળ માં સ્વેચ્છાપૂર્વક પ્રવેશ કરતાં કોઈ વખતે બૃહસ્પતિદત્ત પુરોહિતનો, પદ્માવતી રાણી સાથે અનુચિત સંબંધ થઈ ગયો. તદ્નુસાર પદ્માવતી રાણી સાથે તે ઉદાર(ઈચ્છા મુજબ) મનુષ્ય સંબંધી કામભોગોનું સેવન કરવા લાગ્યો.
११ इमं च णं उदायणे राया पहाए जाव विभूसिए जेणेव पउमावई देवी तेणेव उवागच्छइ, उवागच्छित्ता बहस्सइदत्तं पुरोहियं पउमावईए देवीए सद्धिं उरालाई भोगभोगाइ भुंजमाणं पासइ, पासित्ता आसुरुत्ते जाव तिवलियं भिउडिं णिडाले साहटू बहस्सइदत्तं पुरोहियं पुरिसेहिं गिण्हावेइ गिण्हावेत्ता अट्ठि - मुट्ठि - जाणुकोप्परपहार-संभग्ग-महियगत्तं करेइ, करेत्ता अवओडय-बंधणं करेइ, करेत्ता एएणं विहाणेणं वज्झं आणवेइ । एवं खलु गोयमा ! बहस्सइदत्ते पुरोहिए पुरा पुराणाणं जाव विहरइ |
ભાવાર્થ : એકવાર ઉદાયન રાજા સ્નાનાદિથી નિવૃત્ત થઈને યાવત્ સમસ્ત આભૂષણોથી અલંકૃત થઈને પદ્માવતી રાણી આવ્યા, ત્યાં તેણે પદ્માવતી રાણી સાથે કામભોગોનું સેવન કરતાં બૃહસ્પતિદત્ત પુરોહિતને જોયો, જોતાં જ તે ક્રોધથી તમતમી ઊઠ્યો અને કપાળ પર ત્રણ રેખાવાળી ભૃકુટિ ચઢાવીને બૃહસ્પતિદત્ત પુરોહિતને માણસો દ્વારા પકડાવીને લાકડી, મુઠ્ઠી, પગ, કોણી આદિના પ્રહારોથી તેના હાડકાં ખોખરાં કરી નાખ્યાં, અધમૂઓ કરી નાંખ્યો અને પછી આ પ્રમાણે (રાજમાર્ગમાં તમે જે પ્રમાણે જોયું) આવો કઠોર દંડ દેવાની રાજપુરુષોને આજ્ઞા આપી. હે ગૌતમ ! આ પ્રમાણે બૃહસ્પતિદત્ત પુરોહિત પૂર્વકૃત પાપકર્મોનાં ફળનો પ્રત્યક્ષ રૂપે અનુભવ કરી રહ્યો છે.