________________
[ ૮૨ |
શ્રી વિપાક સૂત્ર
પિાંચમું અધ્યયન નો
પરિચય :
આ અધ્યયનમાં બૃહસ્પતિદત્ત' નામના રાજપુરોહિતનું જીવન વૃત્તાંત છે. રાજપુરોહિતના નામ પરથી આ અધ્યયનનું નામ 'બૃહસ્પતિદત્ત' રાખવામાં આવ્યું છે.
કૌશાંબી નગરીમાં શતાનીક રાજાનો ઉદાયન નામનો રાજકુમાર હતો. સોમદત્ત રાજપુરોહિત હતો. તેને બૃહસ્પતિદત્ત નામનો સર્વાગ સુંદર પુત્ર હતો. રાજાનું મૃત્યુ થતાં રાજકુમાર ઉદાયન રાજા થયો અને બૃહસ્પતિદત્ત પુરોહિત થયો. પુરોહિત રાજાનો બાલ મિત્ર હતો, વળી પુરોહિત કર્મ કરતાં રાજાના કોઈ પણ સ્થાનમાં નિઃસંકોચપણે રોકટોક વિના ગમનાગમન કરતો. અંતઃપુરમાં પણ તે ગમે તે સમયે જવા લાગ્યો.
આ પ્રમાણે વારંવાર અંતઃપુરમાં જતાં તે પુરોહિત આપતું નથી. મહારાણી પદ્માવતી દેવીમાં આસક્ત થયો અને તેની સાથે યથેચ્છ ભોગ ભોગવવા લાગ્યો. એકવાર ઉદાયનની નજરમાં ઝડપાઈ ગયો. ક્રોધિત બની રાજાએ તેને શુળીની સજા ફરમાવી. "બહસ્પતિદત્ત પોતાના અપરાધથી દુઃખી થઈ રહ્યો છે. તેને અન્ય કોઈ દુઃખ આપતું નથી", તેવી ઘોષણા કરતાં રાજકર્મચારીઓએ તેને બંધનથી બાંધી, મારતાં, પીટતાં તેનું જ માંસ તેને ખવડાવતાં નગરમાં ફેરવ્યો.
ભિક્ષાર્થે ભ્રમણ કરતાં પ્રભુ મહાવીર સ્વામીના પ્રથમ ગણધરે આ દારૂણ દશ્ય જોયું. તેઓએ તે પુરોહિતના દુઃખનું કારણ જાણવાની જિજ્ઞાસા ભગવાન પાસે વ્યક્ત કરી. ભગવાને ફરમાવ્યું કે– પ્રાચીન કાળમાં સર્વતોભદ્ર નામનું નગર હતું. જિતશત્રુ રાજાનો મહેશ્વરદત્ત નામનો પુરોહિત હતો. તે રાજાની રાજ્ય વૃદ્ધિ માટે હંમેશાં એક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રના બાળકનું હૃદય કાઢી તેનાથી શાંતિ હોમ કરતો હતો. અષ્ટમીચતુર્દશીના બે–બે બાળકો, ચાર મહીને ચાર-ચાર બાળકો, છ મહીને આઠ-આઠ બાળકો, સંવત્સરીએ સોળ-સોળ બાળકોના હૃદયનો શાંતિહોમ કરતો. રાજાના યુદ્ધના પ્રયાણ સમયે ૧૦૮–૧૦૮ બ્રાહ્મણાદિ બાળકોનો હવન કરતો. સંયોગવશ રાજા સદા વિજયી બનતો. તેથી રાજાને તે યજ્ઞાદિમાં વિશ્વાસ બેસી ગયો હતો.
આ પ્રકારે અતિ રુદ્ર, બીભત્સ, કૂર પાપકર્મ કરતાં તેનાં 8000 વર્ષ નીકળી ગયાં. અંતે મૃત્યુ પામી તે પાંચમી નરકમાં ગયો. ત્યાંનું સત્તર સાગરોપમનું આયુષ્ય ભોગવીને બૃહસ્પતિદત્ત બન્યો છે અને અહીં પૂર્વકૃત અવશેષ કર્મ ભોગવી રહ્યો છે. આજે સાંજે ૬૪ વર્ષનું આયુષ્ય ભોગવી શૂળી દ્વારા મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ક્રમશઃ બધી જ નરકમાં તેમજ એકેન્દ્રિય, વિકસેન્દ્રિયમાં ભવભ્રમણ કરશે. અંતે હસ્તિનાપુરમાં મૃગ થશે અને જાળમાં ફસાઈ મૃત્યુ પામશે. તતપશ્ચાત્ શ્રેષ્ઠીપુત્ર થઈ સંયમ લઈ દેવલોકમાં ઉત્પન્ન થશે, પછી મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે.