________________
અધ્યયન-૪/શકટકુમાર
( ૮૧
|
પ્રમુખસ્થાનને પામીને સમય વ્યતીત કરશે. તે શકટ મહાઅધર્મી અને દુષ્પત્યાનંદ થશે. આવાં અધર્મ પ્રધાન કર્મોથી ઘણાં પાપકર્મો ઉપાર્જિત કરીને મૃત્યુ સમયે મૃત્યુ પામીને રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં નારકી રૂપે ઉત્પન્ન થશે. તેનું સંસાર ભ્રમણ પણ પ્રથમ અધ્યયનની જેમ જાણવું યાવતુ પૃથ્વીકાય આદિમાં લાખો લાખો વાર ઉત્પન્ન થશે.
ત્યાર પછી ત્યાંથી નીકળીને તે વારાણસી નગરીમાં મત્સ્ય રૂપે જન્મ લેશે. ત્યાં માછીમાર દ્વારા વધને પામીને ફરી તે જ વારાણસી નગરીમાં એક શ્રેષ્ઠીકુળમાં પુત્ર રૂપે તે ઉત્પન્ન થશે. ત્યાં તે સમત્વને તથા સાધુધર્મને પ્રાપ્ત કરીને સૌધર્મ નામના પ્રથમ દેવલોકમાં દેવ થશે. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. ત્યાં સાધુ વૃત્તિનું સમ્યક રૂપે પાલન કરીને સિદ્ધ થશે.
નિક્ષેપ - ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની જેમ જ જાણવો.
વિવેચન :
આ અધ્યયનમાં માંસાહાર, પંચેન્દ્રિય વધ, વેશ્યાગમન અને મદ્યપાન આદિ દુર્વ્યસનોનું કડવું પરિણામ બતાવ્યું છે. અત્યંત ભાગ્યશાળી આત્મા જ વ્યસનથી મુક્ત રહી શકે છે, માટે સુખ ઈચ્છનાર સજ્જનોએ સદા કુસંગત અને કુવ્યસનનો ત્યાગ કરવો જોઈએ.
II અધ્યયન-૪ સંપૂર્ણ II