________________
| ८०
શ્રી વિપાક સૂત્ર
ભગવાને ઉત્તર આપ્યો- હે ગૌતમ! શકટકુમાર ૫૭વર્ષનું આયુષ્ય ભોગવીને આજે જ દિવસનો ત્રીજો ભાગ બાકી રહેશે ત્યારે એક મહાલોહમય તપેલી અગ્નિ સમાન દેદીપ્યમાન સ્ત્રી પ્રતિમા સાથે આલિંગન કરાવવામાં આવશે ત્યારે જ તે મૃત્યુ પામીને રત્નપ્રભા નામની પહેલી નરકભૂમિમાં નારકી રૂપે ઉત્પન્ન થશે.
ત્યાંથી નીકળીને રાજગૃહનગરમાં ચાંડાલકુળમાં યુગલ રૂપે જન્મ લેશે. તે યુગલનાં માતાપિતા બારમે દિવસે તેમનામાંથી બાળકનું નામ 'શકટકુમાર' અને કન્યાનું નામ 'સુદર્શના' રાખશે. |१३ तए णं से सगडे दारए उम्मुक्कबालभावे विण्णयपरिणयमेत्ते जोव्वणगमणुप्पत्ते भविस्सइ ।
तए णं सा सुदरिसणा वि दारिया उम्मुक्कबालभावा विण्णयपरिणयमेत्ता जोव्वणगमणुप्पत्ता रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा यावि भविस्सइ । तए णं से सगडे दारए सुदरिसणाए रूवेण य जोव्वणेण य लावण्णेण य मुच्छिए सुदरिसणाए सद्धिं उरालाई भोगभोगाइं भुंजमाणे विहरिस्सइ ।
तए णं से सगडे दारए अण्णया सयमेव कूडग्गाहित्तं उवसंपज्जित्ताणं विहरिस्सइ । तए णं से सगडे दारए कूडग्गाहे भविस्सइ अहम्मिए जावदुप्पडियाणंदे, एयकम्मे-४ सुबहुं पावकम्मं समज्जिणित्ता कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णेरइयत्ताए उववज्जिहिइ । संसारो तहेव जाव पुढवीए ।
से णं तओ अणंतरं उवट्टित्ता वाणारसीए णयरीए मच्छत्ताए उववज्जिहिइ। से णं तत्थ मच्छबंधिएहिं वहिए तत्थेव वाणारसीए णयरीए सेट्ठिकुलंसि पुत्तत्ताए पच्चायाहिइ । बोहिं, पव्वज्जा, सोहम्मे कप्पे, महाविदेहे वासे सिज्झिहिइ ।
णिक्खेवो जहा पढमस्स । ભાવાર્થ : ત્યાર પછી શકટકુમાર બાલ્યાવસ્થાનો ત્યાગ કરીને વિશિષ્ટ જ્ઞાન અને બુદ્ધિ આદિની પરિપક્વતાને પ્રાપ્ત કરતી યુવાવસ્થા પામશે. સુદર્શનાકુમારી પણ બાલ્યાવસ્થા છોડી વિશિષ્ટ જ્ઞાન અને બુદ્ધિ આદિની પરિપક્વતાને પ્રાપ્ત કરતી યુવાવસ્થામાં આવશે અને રૂપમાં, યૌવનમાં તથા લાવણ્યમાં ઉત્તમ તેમજ ઉત્કૃષ્ટ શરીરવાળી થશે.
ત્યાર પછી સુદર્શનાનાં રૂપ, યૌવન અને લાવણ્યમાં મૂચ્છિત થઈને શકટકુમાર પોતાની બહેન સુદર્શના સાથે મનુષ્ય સંબંધી પ્રધાન કામભોગોનું સેવન કરતાં જીવન વ્યતીત કરશે.
ત્યાર પછી કોઈ વખતે તે શકટકુમાર પોતાની મેળે જ કુટગ્રાહિત્ય-કોટવાળ જેવા કોઈ પ્રકારના