________________
| અધ્યયન-૪/શકટકુમાર
[ ૭૯ |
तं एवं खलु गोयमा ! सगडे दारए पुरापोराणाणं दुच्चिण्णाणं जाव पच्चणु- भवमाणे विहरइ ।
ભાવાર્થ : સ્નાન કરીને સર્વ પ્રકારનાં અલંકારોથી અલંકૃત તથા અનેક મનુષ્યોથી ઘેરાયેલો સુષેણ મંત્રી પણ સુદર્શનાના ઘરે આવ્યો. આવતાં જ તેણે સુદર્શનાની સાથે ઈચ્છા મુજબ કામભોગોનો ઉપભોગ કરતાં શકટકુમારને જોયો, જોઈને ક્રોધથી તે રાતોપીળો થઈ, દાંત પીસતો, કપાળ પર ત્રણ રેખાવાળી ભૃકુટિ ચઢાવતો શકટકુમારને પોતાના પુરુષો દ્વારા પકડાવીને લાકડીથી, મુઠ્ઠીઓથી, પગથી, કોણીઓથી અધમૂઓ કર્યો અને અવકોટન બંધનથી જકડાવી દીધો. ત્યાર પછી તેને મહારાજ મહચંદ્રની પાસે લઈ જઈને બંને હાથ જોડીને યાવતું આ પ્રમાણે કહ્યું. હે સ્વામિન્ ! આ શકટકુમારે મારા અંતઃપુરમાં પ્રવેશ કરવાનો અપરાધ કર્યો છે. તેના ઉત્તરમાં મહારાજા મહચંદ્ર સુષેણ મંત્રીને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિય ! તમારી ઈચ્છા પ્રમાણે તમે જ તેને દંડ આપી શકો છો.
ત્યાર પછી મહારાજ મહચંદ્રની આજ્ઞા મેળવીને સુષેણ મંત્રીએ શકટકુમાર અને સુદર્શના વેશ્યાને હે ગૌતમ ! તમે જોયું તે પ્રમાણે વધ કરવાની આજ્ઞા રાજપુરુષોને આપી.
આ પ્રમાણે હે ગૌતમ! શકટકુમાર પોતાનાં પૂર્વોપાર્જિત જૂનાં તથા દુગ્ગીર્ણ પાપકર્મોનાં ફળનો પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યો છે.
શકટનું ભવિષ્ય અને ભવભ્રમણ :१२ सगडे णं भंते ! दारए कालगए कहिं गच्छिहिइ, कहिं उववज्जिहिइ ?
गोयमा ! सगडे णं दारए सत्तावण्णं वासाइं परमाउयं पालइत्ता अज्जेव तिभागावसेसे दिवसे एगं महं अयोमयं तत्तं समजोइभूयं इत्थिपडिम अवयासाविए समाणे कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए णेरइयत्ताए उववज्जि- हिइ ।
से णं तओ अणंतरं उव्वट्टित्ता रायगिहे णयरे मातंगकुलंसि जुगलत्ताए पच्चायाहिइ । तए णं तस्स दारगस्स अम्मापियरो णिव्वत्तबारसाहस्स इमं ए यारूवं गोण्णं णामधेज करिस्संति, तं होउ णं दारए सगडे णामेणं, होउ णं दारिया सुदरिसणा णामेण ।
ભાવાર્થ : શકટની દુર્દશાનું કારણ ભગવાન પાસેથી સાંભળીને ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યોભગવન્! શકટકુમાર અહીંથી મૃત્યુ પામીને ક્યાં જશે અને ક્યાં ઉત્પન્ન થશે ?