________________
| અધ્યયન-૪/શકેટકુમાર
दारगं पयाया। तए णं तं दारगं अम्मापियरो जायमेत्तं चेव सगडस्स हेटुओ ठावेंति, दोच्चं पि गिण्हावेंति, अणुपुव्वेणं सारक्खेंति, संगोवेति, संवड्डेति जहा उज्झियए जाव जम्हा णं अम्हं इमे दारए जायमेत्ते चेव सगडस्स हेटुओ ठविए, तम्हा होउ णं अम्हं एस दारए सगडे णामेणं । सेसं जहा उज्झियए । सुभद्दे लवण समुद्दे कालगए, माया वि कालगया । से वि सयाओ गिहाओ णिच्छूढे । तए णं से सगडे दारए सयाओ गिहाओ णिच्छूढे समाणे सिंघाडग तहेव जाव सुदरिसणाए गणियाए सद्धिं संपलग्गे यावि होत्था । ભાવાર્થ : તે સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામની પત્ની જાતનિન્દુકા- તેના બાળકો જન્મતાં જ મરી જતા હતા. છણિક છાગલિકનો જીવ ચોથી નરકમાંથી નીકળીને સાહંજણી નગરીમાં સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામની પત્નીના ગર્ભમાં પુત્ર રૂપે ઉત્પન્ન થયો.
લગભગ નવ માસ પૂરા થયા ત્યારે ભદ્રા સાર્થવાહીએ બાળકને જન્મ આપ્યો. ઉત્પન્ન થતાં જ માતાપિતા તે બાળકને શકટ–ગાડા નીચે મૂકી અને પાછો ઉપાડી લીધો. જે તેનું યથાવિધિ ઉઝિતકની જેમ સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કર્યું છે યાવતુ જન્મતાં જ અમારા આ બાળકને શકટ નીચે મૂકવામાં આવેલ તેથી તેનું નામ "શકટ" પાડવામાં આવે છે. તેનું બાકીનું જીવન ઉક્ઝિતક કુમારની જેમ જ જાણી લેવું જોઈએ.
સુભદ્ર સાર્થવાહ લવણ સમુદ્રમાં મૃત્યુ પામ્યો, શકટની માતા ભદ્રા પણ મૃત્યુ પામી ત્યારે જ રાજપુરુષોએ શકટકુમારને ઘરમાંથી કાઢી મૂક્યો. જ્યારે ઘરમાંથી શકટને કાઢી મૂકયો, ત્યારે તે સાહંજણી નગરીના ત્રિકોણમાર્ગ આદિ સ્થાનોમાં ભટકતા ઉઝિતકની જેમ યાવત સુદર્શના ગણિકા સાથે તેની ગાઢ પ્રીતિ થઈ ગઈ અર્થાતુ ત્યાં જ રહીને માનુષિક સુખ ભોગવવા લાગ્યો.
१० तए णं से सुसेणे अमच्चे तं सगडं दारगं अण्णया कयाइ सुदरिसणाए गणियाए गिहाओ णिच्छुभावेइ, णिच्छुभावेत्ता सुदरिसणं गणियं अभितरिय ठावेइ, ठावेत्ता सुदरिसणाए गणियाए सद्धिं उरालाई माणुस्सगाई भोगभोगाई भुजमाणे विहरइ ।
तए णं से सगडे दारए सुदरिसणाए गणियाए गिहाओ णिच्छुभेमाणे सुदरिसणाए गणियाए मुच्छिए गिद्धे गढिए अज्झोववण्णे अण्णत्थ कत्थइ सुई च रइंच धिइंच अलभमाणे तच्चित्ते तम्मणे तल्लेसे तदज्झवसाणे तदट्ठोवउत्ते तदप्पियकरणे तब्भा- वणाभाविए सुदरिसणाए गणियाए बहूणि अंतराणि य