________________
૭
|
શ્રી વિપાકે સૂત્ર
બાંધેલા રહેતાં હતાં.
ત્યાં ભોજન અને રૂપિયા લઈને કામ કરનારા કર્મચારી પુરુષો અનેક બકરાં, પાડાઓ વગેરે પશુઓનું સંરક્ષણ અને સંગોપન કરતા હતા.
છણિક છોગલિકના રૂપિયા અને ભોજન લઈને કામ કરનારા અન્ય પણ અનેક નોકરો હતા જે સેંકડો તથા હજારો બકરાં, પાડાઓ વગેરે પશુઓને મારીને તેના માંસને છરીથી કાપીને છણિકને હંમેશાં આપતા હતા.
છણિક છાગલિકના બીજા અનેક નોકરો તે ઉપરોક્ત પ્રકારનાં પશુઓનાં માંસને તવા ઉપર, કડાઈઓમાં, હાંડામાં અથવા લોઢાના પાત્રવિશેષમાં, ભેજવાના પાત્રોમાં અને અંગારા પર તળતાં, ભૂજતાં અને શૂળ દ્વારા પકાવતાં તે માંસને રાજમાર્ગમાં વેચવાનો વ્યાપાર કરતા હતા. છણિક પોતે પણ તે ઉપરોક્ત પ્રકારનાં પશુઓનાં માંસ સાથે સુરા આદિ છ પ્રકારની મદિરાનું આસ્વાદનાદિ કરતો જીવન વ્યતીત કરતો હતો. | ८ तए णं छण्णिए छागलिए एयकम्मे, एयप्पहाणे एयविज्जे एयसमायारे सुबहु पावकम्मं कलिकलुसं समज्जिणित्ता सत्तवाससयाई परमाउयं पालइत्ता कालमासे कालं किच्चा चउत्थीए पुढवीए उक्कोसेणं दससागरोवम ठिइएसु णेरइएसु णेरइयत्ताए उववण्णे ।
ભાવાર્થ : છાગલિક છણિકે બકરાં આદિ પશુઓનું માંસ ભક્ષણ અને મદિરા પાનને પોતાનું કર્તવ્ય બનાવી લીધું હતું અને પાપપૂર્ણ પ્રવૃત્તિઓમાં તે હંમેશાં તત્પર રહેતો હતો. એ જ તેના જીવનનું વિશિષ્ટ વિજ્ઞાન બની ગયું હતું અને આવાં જ પાપપૂર્ણ કૃત્યોને તેણે પોતાનું સર્વોત્તમ આચરણ બનાવ્યું હતું. આવાં આચરણોથી ક્લેશજનક અને અશુભ પાપકર્મોનું ઉપાર્જન કરીને સાતસો વર્ષના આયુષ્યને પૂર્ણ ભોગવીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને તે છણિક છાગલિક ચોથી નરકમાં ઉત્કૃષ્ટ ૧૦ સાગરોપમની સ્થિતિવાળા નારકીપણે ઉત્પન્ન થયો.
શકટનો વર્તમાન ભવ :| ९ तए णं तस्स सुभद्दस्स सत्थवाहस्स भद्दा भारिया जायणिंदुया यावि होत्था । जाया जाया दारगा विणिहायमावज्जति । तए णं से छण्णिए छागलिए चउत्थीए पुढवीए अणंतरं उवट्टित्ता इहेव साहंजणीए सुभद्दस्स सत्थवाहस्स भदाए भारियाए कुच्छिसि पुत्तत्ताए उववण्णे ।
तए णं सा भद्दा सत्थवाही अण्णया कयाइ णवण्हं मासाणं बहुपडिपुण्णाणं