________________
શ્રી વિપાક સૂત્ર
શકટકુમાર :| ३ तत्थ णं साहंजणीए णयरीए सुभद्दे णामं सत्थवाहे परिवसइ । अड्डे जाव अपरिभूए । तस्स णं सुभद्दस्स सत्थवाहस्स भद्दा णामं भारिया होत्था, अहीणपडिपुण्णपंचिंदिय सरीरा, वण्णओ । तस्स णं सुभद्दसत्थवाहस्स पुत्ते भद्दाए भारियाए अत्तए सगडे णामं दारए होत्था, अहीणपडिपुण्णपंचिंदियसरीरे, વધાઓ |
ભાવાર્થ : તે નગરીમાં સુભદ્ર નામનો એક સાર્થવાહ રહેતો હતો. તે સાર્થવાહ સમૃદ્ધ યાવતું કોઈથી પરાભવ ન પામનાર અર્થાતુ ઘણા લોકોમાં સન્માન પ્રાપ્ત હતો. તે સુભદ્ર સાર્થવાહની ભદ્રા નામની પત્ની હતી. તે સર્વાગ સુંદર શરીરવાળી હતી વગેરે વર્ણન જાણવું. સુભદ્ર સાર્થવાહનો પુત્ર અને ભદ્રા માતાનો આત્મજ "કટ" નામનો એક પુત્ર હતો. તે પરિપૂર્ણ પાંચ ઈન્દ્રિયોથી યુક્ત હતો વગેરે વર્ણન જાણવું. | ४ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसढे । परिसा राया य णिग्गए । धम्मो कहिओ । परिसा पडिगया, राया वि णिग्गओ।
ભાવાર્થ : તે કાલે અને તે સમયે સાહંજણી નગરીની બહાર દેવરમણ ઉધાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પધાર્યા. નગરમાંથી ભગવાનના દર્શનાર્થે જનતા અને રાજા નીકળ્યાં. ભગવાને તેમને ધર્મદેશના આપી. ધર્મદેશના સાંભળી જનતા અને રાજા પોતાને સ્થાને ચાલ્યાં ગયાં. | ५ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेटे अंतेवासी जाव रायमग्गमोगाढे । तत्थ णं हत्थी, आसे बहवे पुरिसे पासइ । तेसिं च पुरिसाणं मज्झगए पासइ एगं सइत्थीयं पुरिसं अवओडयबंधणं उक्खित्तकण्णणासं जाव घोसिज्जमाणं । चिंता तहेव जाव भगवं वागरेइ -
ભાવાર્થ : ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જ્યેષ્ઠ શિષ્ય ગૌતમ સ્વામી ભાવતું રાજમાર્ગમાં પધાર્યા. ત્યાં તેઓએ હાથી, ઘોડા અને ઘણા પુરુષોને જોયા. તે પુરુષોની વચ્ચે અવકોટકબંધન(બંને હાથ વાળીને પાછળના ભાગમાં દોરડાથી બાંધવામાં આવે તે)થી યુક્ત, કાન અને નાક કાપેલા યાવત્ ઉદ્ઘોષણા યુક્ત સ્ત્રી સહિત એક પુરુષને જોયો. જોઈને ગૌતમ સ્વામીએ પૂર્વવત્ વિચાર કર્યો અને ભગવાન પાસે આવીને પ્રશ્ન કર્યો. ભગવાને ઉત્તરમાં આ પ્રમાણે કહ્યું
શકટનો પૂર્વભવ છણિક કસાઈ :|६ एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जम्बुद्दीवे दीवे