________________
અધ્યયન–૪/શકટકુમાર
ચોથું અધ્યયન
શકટકુમાર
0
93
અધ્યયન પ્રારંભ ઃ
१ चउत्थस्स उक्खेवओ ।
ભાવાર્થ : ચોથા અધ્યયનનો પ્રારંભ પ્રથમ અધ્યયનની જેમ જાણવો.
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं साहंजणी णामं णयरी होत्था । रिद्धत्थिमियसमिद्धा, वण्णओ । तीसे णं साहंजणीए बहिया उत्तरपुरत्थिमे दिसीभाए देवरमणे णामं उज्जाणे होत्था । तत्थ णं अमोहस्स जक्खस्स जक्खाययणेहोत्था, पोराणे । तत्थ णं साहंजणीए णयरीए महचंदे णामं राया होत्था, महयाहिमवंत जाव रज्जं पसासेमाणे विहरइ । तस्स णं महचंदस्स रण्णो णामं सुसेणे णामं અમન્ગે હોત્થા । સામ-મેય-૬–૩પ્પયાળળીતિ સુપત્ત- યવિહષ્ણુ વિજ્ઞલલે ।
तत्थ णं साहंजणीए णयरीए सुदरसिणा णामं गणिया होत्था । वणओ ।
ભાવાર્થ : હે જંબૂ ! તે કાલે અને તે સમયે સા ંજણી નામની નગરી હતી. તે ભવનાદિથી સુશોભિત, ભયથી રહિત તથા સમૃદ્ધ હતી વગેરે વર્ણન જાણવું. તેની બહાર ઈશાન ખૂણામાં "દેવરમણ" નામનું એક ઉધાન હતું. તે ઉદ્યાનમાં અમોઘ નામના યક્ષનું યક્ષાયતન હતું. તે ઘણું જૂનું હતું. તે નગરીમાં મહચંદ્ર નામનો રાજા રાજ્ય કરતો હતો. તે હિમાલય પર્વતની જેમ મહાન હતો યાવત્ રાજ્યનું પાલન કરતો હતો. તે મહચંદ્ર રાજાને સુષેણ નામનો મંત્રી હતો. જે સામનીતિ, ભેદનીતિ, દંડનીતિ અને ઉપપ્રદાનનીતિના પ્રયોગને અને ન્યાય નીતિના પ્રયોગને જાણનાર તથા નિગ્રહ કરવામાં કુશળ । હતો.
તે નગરીમાં સુદર્શના નામની એક સુપ્રસિદ્ધ વેશ્યા રહેતી હતી, તેના વૈભવનું વર્ણન બીજા અધ્યયનમાં કહેલ કામધ્વજા વેશ્યાની જેમ જાણવું.