________________
| અધ્યયન-૩/અભગ્નસેન
૫૯ ]
ભાવાર્થ :- ત્યાર બાદ તે ચોર સેનાપતિની પત્ની સ્કંદશ્રીએ નવ માસ પૂર્ણ થતાં પર પુત્રને જન્મ આપ્યો. ચોર સેનાપતિ વિજયે તે બાળકનો દશ દિવસ સુધી ખૂબ જ ધામધૂમ પૂર્વક કુળ પરંપરા પ્રમાણે જન્મોત્સવ ઉજવ્યો. પછી બાળકના જન્મના અગિયારમે દિવસે પુષ્કળ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવ્યા અને મિત્ર, જ્ઞાતિ, સ્વજનાદિ લોકોને આમંત્રણ આપ્યું યાવતુ જમાડ્યા અને તેમની સમક્ષ એમ કહ્યું કે જે સમયે આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારે તેની માતાને એક દોહદ ઉત્પન્ન થયો, તે નિર્વિઘ્નતાથી પૂર્ણ થયો હતો. દોહદ અભગ્ન રહ્યો તેથી આ બાળકનું "અગ્નિસેન" નામ રાખવામાં આવે છે. ત્યાર પછી અગ્નિસેન બાળક ક્ષીરધાત્રી આદિ પાંચ ધાવમાતાઓ દ્વારા પાલન પોષણને પામતો યાવતું મોટો થવા લાગ્યો. કુમાર અભગ્નસેન અનુક્રમથી બાલ્યાવસ્થા છોડીને યુવાવસ્થાને પામ્યો. આઠ કન્યાઓ સાથે તેના લગ્ન કરવામાં આવ્યાં. લગ્નમાં તેના માતાપિતાએ આઠ આઠ પ્રકારની વસ્તુઓ પ્રીતિદાનમાં આપી અને તે ઊંચા મહેલોમાં યાવત્ મનુષ્ય સંબંધી ભોગો ભોગવતો રહેવા લાગ્યો. १७ तए णं से विजए चोरसेणावई अण्णया कयाइ कालधम्मणा संजुत्ते ।
तए णं अभग्गसेणे कुमारे पंचहिं चोरसएहिं सद्धिं संपरिवुडे रोयमाणे, कंदमाणे, विलवमाणे विजयस्स चोरसेणावइस्स महया इड्डीसक्कारसमुदए णं णीहरणं करेइ, करेत्ता, बहूई लोइयाइं मयकिच्चाई करेइ, करेत्ता केणइ कालेणं अप्पसोए जाए यावि होत्था । ભાવાર્થ :- ત્યાર બાદ તે વિજય ચોરસેનાપતિ મૃત્યુ પામ્યો. ત્યારે કુમાર અગ્નિસેન સહિત પાંચસો ચોરોએ રડતાં આજંદન કરતાં અને વિલાપ કરતાં કરતાં અત્યંત વૈભવ તેમજ સત્કાર સન્માન સાથે વિજય ચોરસેનાપતિનો દાહસંસ્કાર કર્યો. ઘણાં લૌકિક મૃતકાર્ય અર્થાતુ અગ્નિસંસ્કાર આદિથી લઈને પિતાને નિમિત્તે કરવામાં આવતાં દાન, ભોજનાદિ કાર્યો કર્યા. કેટલાક સમય પછી અગ્નિસેનનો શોક ઓછો થયો. અભગ્નસેન ચોર સેનાપતિ :| १८ तए णं ते पंचचोरसयाई अण्णया कयाइ अभग्गसेणं कुमारं सालाडवीए चोरपल्लीए महया महया इड्डीसक्कारेणं चोरसेणावइत्ताए अभिसिंचंति । तए णं अभग्गसेणे कुमारे चोरसेणावई जाए अहम्मिए जाव कप्पायं गिण्हइ । ભાવાર્થ :- ત્યાર પછી પાંચસો ચોરોએ મોટા ઉત્સવ સાથે અગ્નિસેનને શાલાટવી નામની ચોર પલ્લીમાં ચોર સેનાપતિની પદવી આપી. ચોર સેનાપતિના પદ પર નિયુક્ત થયેલો અગ્નિસેન કુમાર ચોર સેનાપતિ થયો. તે અધાર્મિક યાવત્ રાજ્યને આપવા લાયક રાજ્યકરને પણ પોતે ગ્રહણ કરવા