________________
| અધ્યયન-૩/અલગ્નસેન
૫૭|
તથા અન્ય સ્ત્રીઓ તેમજ ચોરોની સ્ત્રીઓથી પરિવત્ત થઈને (સાથે) સ્નાન કરીને વાવતું સર્વપ્રકારનાં અલંકારોથી વિભૂષિત થઈ, ઘણાં અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ પદાર્થો તથા સુરા યાવત્ પ્રસન્ના મદિરાઓનું આસ્વાદન, વિસ્વાદન, પરિભાજન અને પરિભોગ કરતી સમય વ્યતીત કરે છે તથા ભોજન કર્યા પછી જે પુરુષનો વેષ ધારણ કરીને દઢ બંધનોથી બાંધેલા અને લોખંડના કસૂલક આદિથી યુક્ત લોખંડના બખ્તરને ધારણ કરે છે. ધારણ કરીને ભાવતુ આયુધ અને પ્રહરણોથી સજ્જ થાય છે તથા જે ડાબા હાથમાં ધારણ કરેલી ઢાલોથી, મ્યાનમાંથી બહાર કાઢેલી તલવારોથી, ખભા પર રાખેલાં ભાથાથી, પ્રત્યંચા ચઢાવેલ ધનુષ્યોથી, સારી રીતે ફેંકવામાં આવતાં બાણોથી, ઊંચા કરેલ શસ્ત્રો વિશેષથી લટકતી, ફેલાયેલી માળાઓથી ચાલતી જંઘા ઘંટીઓ દ્વારા તથા શીઘ્ર વગાડવામાં આવતાં વાજિંત્રોથી અત્યંત ઉત્કૃષ્ટ આનંદમય મહાધ્વનિથી, સમુદ્રની ધ્વનિની જેમ આકાશને શબ્દાયમાન કરતી શાલાટવી નામની ચોરપલ્લીની ચારે તરફ જોતી જોતી અને ફરતી ફરતી પોતાના દોહદને પૂર્ણ કરે છે.
જો હું પણ મારા દોહદને આ રીતે પૂર્ણ કરું તો કેવું સારું થાય? આવો વિચાર સ્કંદશ્રીએ કર્યો પણ દોહદ પૂર્ણ ન થવાથી તે ઉદાસ બની ગઈ, સુકાવા લાગી અને જમીન પર દૃષ્ટિ રાખીને આર્તધ્યાન કરવા લાગી. |१४ तए णं से विजए चोरसेणावई खंदसिरिं भारियं ओहयमणसंकप्पं जाव पासइ, पासित्ता एवं वयासी-किं णं तुम देवाणुप्पिया ! ओहयमणसंकप्पा जाव झियासि?
तए णं सा खंदसिरी विजयं चोरसेणावई एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! मम तिण्ह मासाणं बहुपडिपुण्णाणं दोहले पाउब्भूए जाव झियामि।
तए णं से विजए चोरसेणावई खंदसिरीए भारियाए अंतिए एयमढे सोच्चा णिसम्म खंदसिरिभारियं एवं वयासी- अहासुहं देवाणुप्पिए ! ति एयमटुं पडिસુખે ! ભાવાર્થ :- ત્યાર બાદ ચોર સેનાપતિ વિજયે આર્તધ્યાન કરતી (ચિંતાગ્રસ્ત) સ્કંદશ્રીને જોઈને આ રીતે કહ્યું- હે દેવાનુપ્રિયે ! તું ઉદાસ થઈ આર્તધ્યાન કેમ કરી રહી છો?
અંદશ્રીએ ચોર સેનાપતિ વિજયને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! ગર્ભ ધારણ કર્યાને ત્રણ મહિના પૂર્ણ થતાં મને દોહદ ઉત્પન્ન થયો છે યાવત તે પૂર્ણ નહીં થવાથી કર્તવ્ય અને અકર્તવ્યના વિવેકથી રહિત થયેલી હું આર્તધ્યાન કરી રહી છું.
ત્યારે ચોર સેનાપતિ વિજયે પોતાની અંદશ્રી પત્નીનું આ કથન સાંભળીને તેના પર વિચાર કરીને અંદશ્રીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયે! તું આ દોહદને તારી ઈચ્છા પ્રમાણે પૂર્ણ કરી શકે છે, તે