________________
| અધ્યયન-૩/અલગ્નસેન
[ ૪૯]
માનતો. આ રીતે પાપમય પ્રવૃત્તિ કરતો ૧000 વર્ષનું આયુષ્ય ભોગવી તે ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંનું સાત સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી અગ્નિસેન ચોર સેનાપતિ બન્યો છે અને રાજા દ્વારા છળ કપટથી પકડાઈ દુઃખમય વેદના ભોગવી રહ્યો છે.
અગ્નિસેન ચોરના ભૂતકાળની વાત સાંભળ્યા પછી ગૌતમ સ્વામીને તેનું ભવિષ્ય જાણવાની જિજ્ઞાસા થઈ. ભગવાને કહ્યું કે તે ચોર આજે જ શૂળી ઉપર ૭૦ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં નારકીરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી સંસારમાં ચિરકાળ ભવભ્રમણ કરતાં કરતાં બનારસમાં સૂવરના ભવમાં શિકારી દ્વારા મૃત્યુ પામી શ્રેષ્ઠીપુત્ર રૂપે જન્મ લઈ, સંયમ અંગીકાર કરશે, આરાધના કરી દેવલોકમાં દેવ થશે. ત્યાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરી સંયમ તપની આરાધના દ્વારા મોક્ષ પ્રાપ્ત કરશે.