________________
[ ૪૮ |
શ્રી વિપાક સૂત્ર
િત્રીજું અધ્યયન નો
પરિચય :
આ અધ્યયનમાં 'અભગ્નસેન' નામના ચોર સેનાપતિનું જીવન વૃત્તાંત છે. તેથી આ અધ્યયનનું નામ 'અગ્નિસેન' પ્રસિદ્ધ થયું છે.
પ્રાચીન કાળમાં પુરિમતાલ નામનું નગર હતું. ત્યાં મહાબળ નામે રાજા હતો. નગરીથી થોડે દૂર ચોરપલ્લી હતી; ત્યાં 'વિજય' નામનો ૫૦૦ ચોરનો સેનાપતિ રહેતો હતો. તે મહા અધર્મી હતો. તેના હાથ લોહીથી રંગાયેલા રહેતા. પૂરિમહાલ તથા આસપાસના ગામના લોકોને તે ત્રાસ પહોંચાડતો હતો. તેના મૃત્યુ પછી તેનો દીકરો અભગ્નસેન ચોરોનો સેનાપતિ બન્યો. તે પણ પિતા જેવો જ અધર્મી હતો.
એક વખત નગરવાસીઓએ મહાબળ રાજા પાસે અગ્નિસેનની ફરિયાદ કરી. રાજાએ કોટવાળને આદેશ આપ્યો- ચોરપલ્લી ઉપર આક્રમણ કરી અગ્નિસેનને જીવતો પકડી હાજર કરો. કોટવાળ સેના સહિત ચોરપલ્લીમાં ગયો. ત્યાં ચોરો સાથે યુદ્ધ કર્યું પરંતુ તેમાં ચોરો વિજયી બન્યા. કોટવાળે પાછા આવી રાજાને નિવેદન કર્યું કે 'અગ્નિસેન' ને બળથી પકડવો અશક્ય છે.
રાજાએ છળકપટથી પકડવાનો નિર્ણય કર્યો. અભગ્નસેનના આધીનસ્થ ચોરોને અનેક પ્રકારની સામગ્રીઓ મોકલવાની શરૂઆત કરી. ત્યાર પછી સેનાપતિને પણ ઉચિત સમયે અમૂલ્ય ભેટ મોકલાવી. ચોર અને સેનાપતિ વિશ્વાસમાં આવી ગયા પછી રાજ્યમાં દસ દિવસનો પ્રમદોત્સવ ઉજવવાનો નિર્ણય કર્યો. તેમાં આવવા ચોરપલ્લીમાં આમંત્રણ મોકલ્યું. ચોરના સેનાપતિને ખૂબ સન્માનપૂર્વક રહેવા સ્થાન આપ્યું અને તેઓને ખાદ્યસામગ્રી તથા વિશિષ્ટ મદિરાઓ મોકલાવી. ચોરો ખાઈપી નશામાં ચકચૂર બની બેભાન બન્યા ત્યારે રાજાએ તેને પકડી લીધા.
ગાઢ બંધનથી બંધાયેલ અગ્નિસેનને માર મારતાં–મારતાં નગરમાં ફેરવ્યો. અઢાર ચૌટા ઉપર તેના માતા વગેરે સ્વજનોની નજર સામે જ તેની દુર્દશા કરી, માર મારી, માંસ કાપીને તેને ખવડાવ્યું અને લોહી કાઢી પીવડાવ્યું. આ રીતે તેના સમસ્ત સ્વજનો- પરિજનોને તેની સામે જ મારી નાખ્યા અને ત્યાર પછી અભગ્નસેનને શૂળીએ ચડાવવામાં આવ્યો.
ભિક્ષાર્થ ભ્રમણ કરતાં ગૌતમ સ્વામીએ ચૌટા ઉપર ચોરની દશા જોઈ. ભગવાન પાસે આવી તેના દુઃખોનું કારણ પૂછતાં ભગવાને તેનો પૂર્વભવ કહ્યો.
આ પુરિમતાલ નગરમાં નિર્ણય' નામનો ઈંડાનો વેપારી રહેતો હતો. તે ઈડાને બાફી, પકાવી નોકરો દ્વારા રાજમાર્ગ પર વેચાણ કરાવતો હતો. પોતે પણ તે ઈંડાને ખાતો અને શરાબ પીવામાં આનંદ