________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૨
.
[ ૪૩]
બીજું અધ્યયન પરિચય ૨ ગ્રામ 9 28 29 શ્રી 92 9
પ્રથમ શ્રુતસ્કંધનું આ બીજું 'મૃષાવાદ' અધ્યયન છે. તેમાં બીજા આશ્રયદ્વાર "મૃષાવાદ(જૂઠ)"નું વર્ણન છે. આ વર્ણનમાં સૂત્રકારે મૃષાવાદનું સ્વરૂપ, તેના પર્યાયવાચી નામ, મૃષાવાદી, મૃષાવાદનું પ્રયોજન અને મૃષાવાદના દુષ્પરિણામ આ પાંચ ધારોથી નિરૂપણ કર્યું છે.
મૃષાવાદનું સ્વરૂપ - અસત્ય વચન મિથ્યાવચન રૂપ છે. તે વ્યથા ઉત્પાદક, દુઃખોત્પાદક, અપયશકારી તેમજ વૈરને ઉત્પન્ન કરનાર છે. મૃષાવાદ હર્ષ, શોક, રાગ, દ્વેષ અને માનસિક સંક્લેશને દેનાર, શુભફળથી રહિત, ધૂર્તતા યુક્ત અને અવિશ્વસનીય વચનોવાળા, નીચજનોથી સેવિત છે. તે અસત્ય વચન નૃશંસ, ક્રૂર, નિદિત અને અપ્રીતિકારક છે. મૃષાવાદ સમસ્ત સાધુજનો અને પુરુષો દ્વારા નિંદિત છે, બીજાને પીડા કરનાર છે. તે દુર્ગતિવર્ધક અને ભવ ભ્રમણ કરાવનાર છે.
મૃષાવાદની વ્યાપકતા પ્રગટ કરવા શાસ્ત્રકારે તેના ૩૦ પર્યાયવાચી નામનું કથન કર્યું છે. આ નામોથી અસત્યના અનેક રૂપે પ્રગટ થાય છે.
મૃષાવાદી - પાપી, સંયમ વિહીન, અવિરત, કપટ કરનાર, કુટિલ, ક્રોધ, લોભ, હાસ્ય, ભયને આધીન બનેલા લોકો અસત્ય બોલે છે.
- નાસ્તિકવાદી, શૂન્યવાદી, પંચસ્કંધવાદી, બૌદ્ધ, મનજીવવાદી(મનને જીવ માનનારા), વાયુજીવવાદી(આત્માને હવા-વાયુરૂપ માનનારા), ઈંડાથી સંસારની ઉત્પત્તિ માનનાર, અસભાવવાદી (સમસ્ત સંસારને માયાજાળ માનનારા), ઈશ્વરકર્તુત્વવાદી, એકાત્મવાદી, અકર્તુત્વવાદી, યદ્દચ્છાવાદી, સ્વભાવવાદી,નિયતિવાદી, પુરુષાર્થવાદી, કાલવાદી, આ સર્વમિથ્યાવાદી, અનર્ગલ, અતર્કસંગત એકાંતિક ભાષણ કરવાના કારણે મિથ્યાભાષી છે.
અન્ય પર મિથ્યા આક્ષેપ આપનાર વ્યક્તિ, ઈર્ષા, ષવશ, સ્વાર્થવશ જૂઠું બોલે છે. તે ગુણોની પરવાહ કર્યા વગર અસત્ય ભાષણમાં કુશળ હોય છે.
મૃષાવાદનું પ્રયોજન - કેટલાક લોકો ધન માટે, કન્યા માટે, ભૂમિ માટે, પશુઓ માટે, જૂઠું બોલે છે, જૂઠી સાક્ષી આપે છે.
કેટલાક લોકો પાપકારી સલાહ અથવા પાપકાર્યોના પ્રેરણાત્મક વચન બોલીને હિંસાને પ્રોત્સાહન આપે છે. તેના તે હિંસક વચન પણ અસત્ય વચન છે કારણ કે પરપીડાકારી વચન અસત્ય જ કહેવાય છે.