________________
[૪૨]
|
શ્રી પ્રશ્રવ્યાકરણ સૂત્ર
વિવેચન :
આ રીતે હિંસાના પરિણામનું રોમાંચકારી વર્ણન શાસ્ત્રકારે કર્યું છે. સંક્ષેપમાં હિંસા અલ્પ સુખ અને મહાદુઃખનું કારણ છે. તેથી આર્ય પુરુષો દ્વારા આચરણીય નથી.
પૂર્વોક્ત કથનની પ્રામાણિકતા અને વિશ્વસનીયતા પ્રગટ કરવા માટે શાસ્ત્રકારે કહ્યું છે કે જ્ઞાતકુનંદન જિનેશ્વર મહાવીરે આ પ્રકારની પ્રરૂપણા કરી છે. પ્રભુ મહાવીર જિનેશ્વર હતા, રાગદ્વેષથી રહિત હતા. અસત્ય ભાષણનું કોઈ કારણ તેમનામાં ન હતું. તેથી તેઓનું કથન સંપૂર્ણ સત્ય છે, તેમ સ્વીકારી સૂત્રોક્ત ઉપદેશનું આચરણ કરવું જોઈએ.
I અધ્યયન-૧ સંપૂર્ણ in