________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૧
| ૩૯ |
ભાવાર્થ :- એકેન્દ્રિય અવસ્થાને પ્રાપ્ત જીવો પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને વનસ્પતિકાયના સૂક્ષ્મ અને બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત, પ્રત્યેક અને સાધારણ શરીરમાં ઉત્પન્ન થાય છે. પ્રત્યેક શરીરી જીવોમાં અસંખ્યાતકાલ અને સાધારણ શરીરી જીવોમાં અનંતકાલ પર્યત પરિભ્રમણ કર્યા કરે છે. આ સર્વ જીવને એક સ્પર્શેન્દ્રિય હોય છે. તેના દુઃખો ઘણા અનિષ્ટ છે.વનસ્પતિકાયરૂપ એકેન્દ્રિય જીવ ફરી ફરી ત્યાં જ જન્મ ધારણ કરે છે. રૂ સુદાત્ત-સુતિય-વાત-સતિત્ત-મતા-રjમા-સંબઇ-ગાતાત્તિविविह-सत्थघट्टण-परोप्पराभिहणणमारणविराहणाणि य अकामकाइपरप्प
ओगोदीरणाहि यकज्जप्पओयणेहिं य पेस्सपसुणिमित्तं ओसहाहारमाइएहिं उक्खणण ૩ સ્થળ-પથઈ જુદુ-લસણ–પિટ્ટા-જ્ઞ–ાર્તઆનોડા સડળ-હુડીभंजण-छेयण-तच्छण-विलुंचण-पत्तज्झोडण-अग्गिदहणाइयाई, एवं ते भवपरंपरा दुक्ख समणुबद्धा अडति संसारबीहणकरे जीवा पाणाइवायणिरया अणंतकालं । ભાવાર્થ :- સૂત્રકાર પૃથ્વી આદિ જીવોની વેદનાનું કથન કરે છે.]કોદાળી અને હળથી પૃથ્વીનું વિદારિત થવું, પાણીનું મંથિત થવું, ભરાયેલા પાણીને બહાર કાઢવું અને અગ્નિ તથા વાયુનું વિવિધ પ્રકારના શસ્ત્રોથી આહત થવું, પરસ્પરના આઘાતોથી આહત થવું–એક બીજાથી પીડિત થવું,મરાવું. તે દુઃખો તે જીવોને અપ્રિય હોય છે. પાપી જીવો પાપ શા માટે કરે છે? પોતાને કોઈ પણ પ્રયોજન ન હોય તોપણ બીજાના કહેવાથી અથવા પોતાના આવશ્યક કાર્યોને કારણે તેઓ પાપ કરે છે. તે પાપકાર્યો કયા છે? નોકરો તથા ગાય-ભેંસ આદિ પશુઓની ઔષધિ અને આહારાદિ માટે પૃથ્વી ખોદાવવી, ઉત્કથન-વૃક્ષાદિની છાલ ઉતારવી, રાંધવુ, ખાંડવું, પીસવું, માર મારવો, ભઠ્ઠીમાં શેકવું, ગાલન– લતા, ગુલ્મ આદિમાંથી રસ કાઢવો, આમોડન-મરડવું, સડવું, સ્વયં તૂટી જવું, છેદવું, છોલવું, રૂંવાટા ઉખેડવા, પાંદડા આદિદૂર કરવા, ફળ, ફૂલ, પાન આદિ પાડવા, અગ્નિ સળગાવવી ઈત્યાદિ.આ પ્રકારે ભવ પરંપરામાં અનુબદ્ધ હિંસાકારી પાપી જીવ ભયંકર સંસારમાં અનંત કાળ સુધી પરિભ્રમણ કરે છે.
વિવેચન :
હિંસાજન્ય કુકર્મોની પરંપરા કેટલો કાલ ચાલે છે તેનું નિદર્શન કરતા શાસ્ત્રકારે વિકસેન્દ્રિય અને એકેન્દ્રિય જીવોની જાતિ, કુલકોટિ, તેના ભેદ-પ્રભેદનો ઉલ્લેખ કર્યો છે.
ઈન્દ્રિયોના આધારે તિર્યંચગતિના પાંચ ભેદ થાય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય. જે મૂળ પાઠથી સ્પષ્ટ છે. તે હિંસક જીવ હિંસા જન્ય પાપનું પરિણામ ભોગવવા માટે, વિકસેન્દ્રિયમાં સંખ્યાત હજાર વર્ષ, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં અસંખ્યાત કાલ, અને સાધારણ વનસ્પતિકાયમાં અનંતકાલ જન્મ-મરણ કરે છે. તે નરકના અતિથિ બન્યા પછી, પાપ કર્મોનું ફળ ભોગવતા, કર્મો શેષ રહી જવાના કારણે તિર્યંચ પંચેન્દ્રિય પર્યાયમાં, વિકલેન્દ્રિય અવસ્થામાં