________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
અને પછી એકેન્દ્રિય અવસ્થામાં ઉત્પન્ન થાય છે. જ્યારે તે પૃથ્વીકાયમાં જન્મ લે છે ત્યારે તેઓને કોદાળી, પાવડા, હળ આદિ દ્વારા વિદારણ કરવાથી જે કષ્ટ પ્રાપ્ત થાય તે ભોગવવું પડે છે. પાણીમાં જન્મ લે તો તેનું મંથન, વિલોડન આદિ કરાય છે. તેઉકાય અને વાઉકાયના જીવો સ્વકાય શસ્ત્રો અને ૫૨કાય શસ્ત્રોથી વિવિધ પ્રકારે આઘાત પામે છે. વનસ્પતિ કાયના જીવોને ઉખેડીને ફેંકી દેવામાં આવે છે; પકાવવામાં આવે છે; કૂટવામાં, પીસવામાં આવે છે; આગમાં બાળવામાં આવે છે અને પાણીમાં ગાળી નાંખવામાં આવે છે; સડાવવામાં આવે છે; તેનું છેદન, ભેદન આદિ કરવામાં આવે છે; ફળ, ફૂલ, પત્ર આદિ તોડવામાં આવે છે. આ પ્રમાણે અનેકાનેક પ્રકારની યાતનાઓ વનસ્પતિકાયના જીવોને સહન કરવી પડે છે. વનસ્પતિકાયના જીવોને વનસ્પતિકાયમાં જ વારંવાર જન્મ-મરણ કરતાં કરતાં અનંત સમય સુધી આ પ્રકારની વેદનાઓ ભોગવવી પડે છે.
४०
મનુષ્યભવના દુઃખ ઃ
४० जे वि य इह माणुसत्तणं आगया कहिं वि णरगा उव्वट्टिया अधण्णा, ते वि दीसंति पायसो विकयविगलरुवा खुज्जा वडभा य वामणा बहिरा काणा कुंटा पंगुला विगला य मूका य मम्मणा य अंधयगा एगचक्खू विणिहय-संचिल्लया वाहिरोगपीलिय-अप्पाउय - सत्थवज्झबाला कुलक्खण उक्किण्णदेहा दुब्बल-कुसंघयण कुप्पमाण-कुसंठिया कुरूवा किविणा य हीणा हीणसत्ता णिच्चं सोक्खपरिवज्जिया असुहदुक्खभागी णरगाओ इहं सावसेसकम्मा उव्वट्टिया समाणा । एवं णरगं तिरिक्खजोणिं कुमाणुसत्तं च हिंडमाणा पावंति अणंताइं दुक्खाइं पावकारी ।
ભાવાર્થ :- તે અધન્ય(હિંસાનું ઘોર પાપ કરનાર) જીવ નરકમાંથી નીકળીને કોઈ પણ પ્રકારે મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થાય છે પરંતુ પ્રાયઃ તે વિકૃત અને અપૂર્ણ સ્વરૂપવાળા કૂબડા, ખૂંધયુક્ત, ઠીંગણા, તે બહેરા, કાણા, ઠૂંઠા, લંગડા, હીન અંગવાળા, મુંગા—અસ્પષ્ટ ઉચ્ચારણવાળા, આંધળા, એક આંખે કાણા, ચપટાં નેત્રવાળા, પિશાચગ્રસ્ત, કુષ્ઠ આદિ વ્યાધિઓ અને જ્વર આદિ રોગોથી અથવા માનસિક અને શારીરીક રોગોથી પીડિત અલ્પ આયુષ્યવાળા, શસ્ત્રથી વધ કરવા યોગ્ય, અજ્ઞાની, અશુભ લક્ષણથીયુક્તઅશુભ રેખાઓથી યુક્ત શરીરવાળા, દુર્બળ, અપ્રશસ્ત સંઘયણવાળા, બેડોળ અંગોપાંગવાળા, અપ્રશસ્ત સંસ્થાનવાળા, કુરૂપ, કૃપણ–દીન, હીન, સત્વહીન, હંમેશાં સુખથી વંચિત અને દુઃખોના પાત્ર બને છે. આ પ્રકારે હિંસારૂપ પાપકર્મ કરનાર પ્રાણી નરક અને તિર્યંચ યોનિમાં તથા કુમાનુષ અવસ્થામાં ભટકતાં અનંત દુઃખ પ્રાપ્ત કરે છે.
વિવેચન :
પાપી જીવ નરકમાંથી નીકળીને સીધા મનુષ્યમાં અને તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં પણ તેની કેવી દુર્દશા થાય છે તેનું કથન ઉપરોક્ત સૂત્રમાં કર્યું છે. નરકમાંથી નીકળીને મનુષ્ય થનાર