________________
[ ૭૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
ભાવાર્થ :- નારકોમાં પરસ્પર તીવ્ર વેરભાવ હોય છે. તે અશુભ વૈક્રિય લબ્ધિથી નિર્મિત વિવિધ શસ્ત્રોથી પરસ્પર–એકબીજાને વેદના ઉત્પન્ન કરે છે. તે વિવિધ પ્રકારનાં આયુધો કયા કયા છે?
મુદ્ગર, મુસુંઢિ, કરવત, શક્તિ-ત્રિશૂળ, હળ, ગદા, મુસળ–સાંબેલુ, ચક્ર, કુંત-ભાલા, તોમરબાણનો એક પ્રકાર, શૂળ–તીક્ષ્ણ ધારવાળા લોઢાના કાંટાવાળું શસ્ત્ર.લાકડી, ભિંડિમાર–પાણ, સદ્ધલ-એક વિશેષ પ્રકારનું ભાલું, પટ્ટિસ-શસ્ત્રવિશેષ, ચમ્મટ્ટ–ચામડાથી મઢેલ પાષાણ વિશેષ,ગોફણ, દુધણ–વૃક્ષને પણ પાડી શકે તેવું શસ્ત્ર વિશેષ, મૌષ્ટિક—મુઠ્ઠીપ્રમાણ પાષાણ, અસિ-તલવાર, ખેટક-ઢાલ, ખગતલવાર, ચાપ-ધનુષ, નારાચ–લોઢાનું બાણ, કનક–એક પ્રકારનું બાણ, કપ્પિણી (કર્તિકા)-કાતર, વસૂલાલાકડી છોલવાનું હથિયાર, પરશુ અને ટાંકણું આ સર્વ અસ્ત્ર-શસ્ત્ર, તીક્ષ્ય અને નિર્મલ શાણ પર ચઢે તેવા ચમકદાર હોય છે. આ તથા અન્યને દુઃખદાયક, વૈક્રિય શક્તિથી નિર્મિત સેંકડો શસ્ત્રોથી પરસ્પરએકબીજાને મારતાં, પૂર્વના તીવ્ર વેરથી યુક્ત નારકીઓ વેદનાની ઉદીરણા કરે છે.
મુગરના પ્રહારોથી નારકોના શરીરના ચૂરા કરવામાં આવે છે, મુકુંઢિથી ભેદવામાં આવે છે, નાથવામાં આવે છે. ઘણી આદિ યંત્રોથી પીલાવાના કારણે ફફડતા તેના શરીરના ટુકડા કરવામાં આવે છે. વિકૃત કરવામાં આવે છે. તેમના કાન, હોઠ, નાક અને હાથ-પગ મૂળમાંથી કાપવામાં આવે છે. તેઓને તલવાર, કરવત, તીક્ષ્ણ ભાલા એવં ફરસીથી ફાડવામાં આવે છે; વસુલાથી છોલી નાંખવામાં આવે છે. તેના શરીર પર ઉકળતું ક્ષાર યુક્ત પાણી નાંખી તેઓને બાળવામાં આવે છે, ભાલાની અણીથી તેના ટુકડા કરવામાં આવે છે. આ પ્રકારે તેના સમગ્ર શરીરને જર્જરિત કરવામાં આવે છે. તેનું શરીર સોજી જાય છે અને તે પૃથ્વી પર આળોટવા લાગે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નારકોની ત્રણ પ્રકારની વેદનામાંથી પરસ્પર અપાતી વેદનાનું તાદશ્ય નિરૂપણ છે. નારકોનું શરીર જન્મસિદ્ધ વૈક્રિય હોવાથી તેના ટુકડા કરાય, શેકાય, તળાય કે ગમે તે પ્રક્રિયા થાય છતાં તેનો નાશ થતો નથી. તેનું વૈક્રિય શરીર તેને વિશેષ દુઃખકારક છે. (નારકોની વેદનાનાં વિશેષ વર્ણન માટે જુઓઃ સૂયગડાંગ સૂત્ર ૧/૫) વૈક્રિયકૃત હિંસક પશુ પક્ષી :૨૨ તત્વ વિસુખ-શિયાત-વાવ-મુન્નાર-સમ-વિય-વિયવसद्ल-सीह-दप्पिय खुहाभिभूएहिं णिच्चकालमणसिएहिं घोरा रसमाणभीमरूवेहिं अक्कमित्ता दढदाढागाढ-डक्क-कड्डिय सुतिक्ख-णह- फालियउद्धदेहा-विच्छिप्पंते समंतओ विमुक्कसंधिबंधणा वियंगियंगमंगा कंक-कुररगिद्ध-घोर-कट्ठवायसगणेहि य पुणो खरथिरदढणक्ख-लोहतुंडेहिं ओवइत्ता