________________
શ્રુતસ્કંધ−૧/અધ્યયન–૧
પ
પવવાહય-તિવશ્ર્વ-વસ્વ-વિવિળ-નિછિય-યોિતુ વિયवयणा उक्कोसंता य उप्पयंता णिपयंता भमंता ।
ભાવાર્થ :- નરકમાં અભિમાનયુક્ત મદોન્મત, ભૂખથી પીડિત–જેને બિલકૂલ ખોરાક મળ્યો નથી તેવા, ભયાવહ—ઘોરગર્જના કરતાં, ભયંકર વરુ, શિકારી કૂતરાં, શિયાળ, કાગડાં, બિલાડી, અષ્ટાપદ, ચિત્તા, વાઘ, કેશરીસિંહ અને સિંહ નારકો પર આક્રમણ કરે છે. તેઓ પોતાની મજબૂત દાઢોથી નારકોનાં શરીર કાપે છે, ખેંચે છે, અત્યંત જીણા અણીદાર નખોથી ફાડી તેના માંસના ટુકડા ચારે બાજુ ફેંકી દે છે. નારકના શરીરના સાંધા ઢીલા પડી જાય, તેના અંગોપાંગ વિકૃત થઈ જાય, ત્યારે દઢ અને તીક્ષ્ણ દાઢો, નખો અને લોઢા સમાન અણીદાર ચાંચવાળા કંક, કુર૨ અને ગીધ આદિ પક્ષી તથા ઘોર કષ્ટ દેનારા કાક પક્ષીઓના ઝૂંડ, કઠોર, મજબૂત તથા સ્થિર લોહમય ચાંચોથી(તે નારકો ઉપર) તૂટી પડે છે. તેને પોતાની પાંખોથી આઘાત પહોંચાડે છે, તીક્ષ્ણ નખોથી તેની જીભ બહાર ખેંચે છે અને આંખોમાં ચાંચો મારે છે. નિર્દયતાપૂર્વક તેના મોઢાને વિકૃત બનાવે છે. આ પ્રકારની યાતનાથી પીડિત તે નારક જીવ રુદન કરે છે ત્યારે ક્યારેક તેને ઉપર ઉછાળી પાછા નીચે પટકે છે તો ક્યારેક ગોળ-ગોળ ફેરવે છે.
વિવેચન :
વસ્તુતઃ નરકમાં વરુ, બિલાડા, સિંહ, વાઘ, તિર્યંચ ચતુષ્પદ આદિ હોતા નથી પરંતુ પરમાધામી દેવો જ નારકોને ત્રાસ દેવા માટે પોતાની વૈક્રિય શક્તિથી તેવા રૂપ બનાવે છે. વૈક્રિય શરીરધારી નારકીઓ જ પરસ્પરના વેરભાવથી પ્રેરાઈ વિવિધ રૂપો બનાવી, એક બીજાને વેદના આપે છે. આ ભયાનક યાતનાઓનું વર્ણન કરવાનું શાસ્ત્રકારનું એક માત્ર પ્રયોજન છે કે મનુષ્ય હિંસારૂપ દુષ્કર્મોથી બચે અને તેના ફળસ્વરૂપ થનારી યાતનાઓનું ભાજન ન બને.
નારકોની ગતિ :
३३ पुव्वकम्मोदयोवगया, पच्छाणुसरणं (पच्छाणुतावेणं) डज्झमाणा जिंदता पुरेकडाई कम्माई पावगाइं, तहिं तहिं तारिसाणि ओसण्णचिक्कणाई दुक्खाई अणुभवित्ता तओ आउक्खएणं उव्वट्टिया समाणा बहवे गच्छंति तिरियवसहिं दुक्खुत्तरं सुदारुणं जम्मण मरण - जरावाहि-परियट्टणारहट्टं जल थल - खहयर परोप्पर-विहिंसण पवंचं । इमं च जगपागडं वरागा दुक्खं पार्वति दीहकालं ।
ભાવાર્થ ઃ– તે નારકી જીવ પૂર્વોપાર્જિત પાપ કર્મોને આધીન થયેલા, પશ્ચાત્તાપની આગથી બળતાં તે તે પ્રકારનાં પૂર્વકૃત કર્મોની નિંદા કરતાં, અત્યંત ચિકણાં, મુશ્કેલીથી છૂટનારાં નિકાચિત કર્મોને ભોગવી, ત્યાર પછી નરકનું આયુષ્ય ક્ષય થવા પર, નરકભૂમિમાંથી નીકળી ઘણા જીવ તિર્યંચ યોનિમાં ઉત્પન્ન થાય છે. તેની તે તિર્યંચયોનિ પણ અતિશય દુ:ખોથી પરિપૂર્ણ અને દારુણ કષ્ટવાળી હોય છે. જન્મ, મરણ,