________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૧
| ૨૫ |
પર્યાપ્ત – પર્યાપ્ત શબ્દનો અર્થ પૂર્ણતા છે. જે જીવોને સ્વયોગ્ય પૂર્ણતા પ્રાપ્ત થઈ ગઈ છે, તે પર્યાપ્ત અને જેને સ્વયોગ્ય પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ તે અપર્યાપ્ત કહેવાય છે.
પર્યાપ્તિઓ છ પ્રકારની છે. (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યાપ્તિ (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ (૫) ભાષાપર્યાપ્તિ (૬) મન પર્યાપ્તિ. તેમાં એકેન્દ્રિય જીવોમાં પ્રારંભની ચાર, બેઈન્દ્રિયથી લઈ અસંજ્ઞી પંચેન્દ્રિયમાં પાંચ અને સંજ્ઞી પંચેન્દ્રિયમાં છ પર્યાપ્તિઓ હોય છે. સર્વ પર્યાપ્તિનો પ્રારંભ તો એક સાથે જ થઈ જાય છે પરંતુ પૂર્ણતા ક્રમથી થાય છે. પર્યાપ્તિના વિસ્તૃત વિવેચન માટે જુઓ પ્રજ્ઞાપના સૂત્ર].
સુત્ર નિર્દિષ્ટ સર્વ પ્રદેશો અને તેમાં વસનાર જાતિઓનો પરિચય આપવો શક્ય નથી. વિશેષ જિજ્ઞાસુ પાઠક અન્યત્ર જોઈ તેનો પરિચય પ્રાપ્ત કરી શકે છે. આ સૂત્રોમાં શાસ્ત્રકારે વિવિધ પ્રકારે હિંસક, હિંસ્ય અને હિંસાની વિરાટતાનું દર્શન કરાવ્યું છે. હિંસાનું ભયાનક ફળ :|२२ तस्स य पावस्स फलविवागं अयाणमाणा वड्ढंति महब्भयं अविस्सामवेयणं दीहकाल बहुदुक्खसंकडं णरयतिरिक्खजोणिं । ભાવાર્થ :- તે મૂઢ હિંસક લોકો પાપના–હિંસાના ફળને નહીં જાણતા અત્યંત ભયાનક, અવિશ્રાંતનિરંતર દુઃખદ વેદનાવાળી તેમજ દીર્ધકાલ પર્યત ઘણા દુઃખોથી વ્યાપ્ત નરકયોનિ અને તિર્યંચયોનિ યોગ્ય ભવોની વૃદ્ધિ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હિંસાના દુષ્ટ ફળને પ્રદર્શિત કર્યું છે. અશુભ ભાવે થયેલી કોઈ પણ પ્રવૃત્તિનું ફળ અશુભ જ હોય તે સહજ છે. સૂત્રકારે હિંસાનું પરિણામ નરક અને તિર્યંચગતિની પ્રાપ્તિ કહી છે. તે બંને ગતિ અત્યંત ભયજનક, દુ:ખજનક, ત્રાસજનક છે. તિર્યંચગતિ – (તેની પરિધિ વ્યાપક છે) એકેન્દ્રિયથી ચોરેન્દ્રિય જીવો તિર્યંચગતિના છે. પંચેન્દ્રિય જાતિમાં પણ તિર્યંચગતિ હોય છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંચ-પશુ-પક્ષી આદિના દુઃખો પ્રત્યક્ષ છે. એકેન્દ્રિય જીવોની ચેતના અત્યંત અવ્યક્ત હોવાથી તેના દુઃખને આપણે જાણી શકતા નથી. તેમ છતાં તે જીવો પણ છેદન, ભેદન, જન્મ, મરણનું મહાદુઃખ અનુભવે છે. સાધારણ શરીરી જીવોને સાધારણ શરીરનું, આહારાદિ પ્રત્યેક સાધારણ ક્રિયાનું અને એક શ્વાસમાં ૧૭ વાર જન્મ મરણનું દુઃખ ભોગવવું પડે છે. જે આગમ પ્રમાણથી સિદ્ધ છે. તિર્યંચગતિમાં પરાધીનતાનું મહાન દુઃખ છે. નરકગતિઃ- એકાંત દુઃખમય છે. સંપૂર્ણ જીવન દરમ્યાન અંશ માત્ર પણ શાતાનો અનુભવ થતો નથી. હવે પછીના સૂત્રમાં શાસ્ત્રકાર સ્વયં નરકગતિની ભયાનકતાનું વિસ્તૃત વર્ણન કરે છે.