________________
૨૪ |
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
ભાવાર્થ :- આ પૂર્વોક્ત વિવિધ દેશો અને જાતિઓના લોકો તથા તે સિવાય જળચર, સ્થળચર, સનખપદ, ઉરગ, નભથ્થર, સાણસી જેવી ચાંચવાળા આદિ પ્રાણીવધથી જીવન ચલાવનારા સંજ્ઞી, અસંજ્ઞી, પર્યાપ્ત અને અપર્યાપ્ત અશુભ લેશ્યા પરિણામવાળા તથા એવા અન્ય હિંસક પ્રાણી, જીવોની ઘાત કરે છે.
તે પાપી લોકો પાપને જ ગ્રહણ કરવા યોગ્ય માને છે. પાપમાં જ તેની રુચિ-પ્રીતિ હોય છે. તે પ્રાણીઓની વાત કરી પ્રસન્નતાનો અનુભવ કરે છે. તેનું અનુષ્ઠાન-કર્તવ્ય પ્રાણીવધ કરવાનું જ હોય છે. પ્રાણીહિંસાની કથા-વાર્તામાં જ તે આનંદ માને છે. તે અનેક પ્રકારનાં પાપોનું આચરણ કરીને સંતોષનો અનુભવ કરે છે. વિવેચન :
સૂત્ર ૨૦માં જે જાતિઓના નામનો નિર્દેશ કર્યો છે, તે પ્રાયઃ દેશ-સાપેક્ષ છે. તેમાંની કેટલીક જાતિ ભારતની અંતર્ગત છે અને કેટલીક ભારત બહારની છે. કોઈ નામ પરિચિત છે તો કેટલાક નામ ટીકાકારના સમયમાં પણ અપરિચિત જ હતા. કેટલીક જાતિના વિષયમાં આધુનિક વિદ્વાનોએ જે શોધ કરેલ છે, તે આ પ્રકારે છે– શક:- આ સોવિયાના અથવા કેસ્પિયન સાગરના પૂર્વમાં સ્થિત પ્રદેશના નિવાસી હતા, ઈસુની પ્રથમ શતાબ્દીમાં તેઓએ તક્ષશિલા, મથુરા તથા ઉજ્જૈન પર પોતાનો પ્રભાવ જમાવી દીધો હતો. ચોથી શતાબ્દી સુધી પશ્ચિમી ભારત પર તેઓ રાજ્ય કરતા રહ્યા.
બર્બર :- ઉત્તર પશ્ચિમી સીમાંત પ્રદેશથી લઈને અરબી સાગર સુધી આ જાતિ ફેલાયેલી હતી.
શબર:- ડો. ડી.સી. સરકારે તેને ગંજમ અને વિશાખાપટ્ટણના શાવર લોકોની સમાન માનેલ છે. ડો. બા. સી. લા. તેને દક્ષિણની જંગલ પ્રદેશની જાતિ માને છે. "પરમવરિ૩' માં આને હિમાલયના પર્વતીય પ્રદેશનાં નિવાસી કહ્યા છે. "તરેયવાહા" માં એને દસ્યુઓના રૂપમાં આંધ્ર, પુલિંદ અને પંડોની સાથે વર્ગીકૃત કરેલ છે.
યવન :- તેનું નિવાસસ્થાન કાબુલ નદીની ઘાટી અને કંધાર દેશ હતો. ત્યાર પછી તેઓ ઉત્તર-પશ્ચિમી ભાગમાં રહ્યા. કાલીદાસના મતાનુસાર યવનરાજ્ય સિંધુ નદીના દક્ષિણી કિનારા પર હતું.
સનખપદ - જેના પગના આગળના ભાગમાં નખ હોય તે સિંહ, ચિત્તા આદિ.
સંજ્ઞીઃ- સંજ્ઞા અર્થાત વિશિષ્ટ ચેતના, ભૂત-ભવિષ્યનો, હિતાહિતનો વિચાર કરવાની શક્તિ જે પ્રાણીઓને પ્રાપ્ત છે, તે સંજ્ઞી અથવા જેને મન હોય તે સંજ્ઞી કહેવાય છે. આવા પ્રાણીઓ પંચેન્દ્રિયમાં જ હોય છે. અસલી :- જેને મન નથી તેને અસંજ્ઞી કહે છે. એક ઈન્દ્રિયવાળા જીવોથી લઈને ચાર ઈન્દ્રિયવાળા સર્વ જીવ અસંજ્ઞી છે. તેમનામાં મનન-ચિંતન કરવાની કોઈ વિશિષ્ટ શક્તિ હોતી નથી. પંચેન્દ્રિય જીવોમાં કોઈ–સંજ્ઞી અને કોઈ અસંજ્ઞી હોય છે.