SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર નરક વર્ણન : | २३ इओ आउक्खए चुया असुभकम्मबहुला उववज्जंति णरएसु हुलियं મહા-તણુ વયરામય જીલ્ડ-૬-શિસંધિ-વાર-વિરહિય-ખિમ્મવ-ભૂમિતલखरामरिस- विसम-णिरय- घरचारएसु महोसिण सयावतत्त दुग्गंध-विस्सउव्वेय-जणगेसु बीभच्छदरिसणिज्जेसु णिच्चं हिमपडलसीयलेसु कालोभासेसु य भीम - गंभीर-लोम - हरिसणेसु णिरभिरामेसु णिप्पडियारवाहिरोगजरापीलिएसु अईव णिच्चंधयार तिमिसेसु पइभएसु ववगय- गह - द- सूर - णक्खत्तजोइसेसु मेय वसा मंसपडल पोच्चड-पूय-रुहिरुक्किण्ण विलीण-चिक्कण-रसिया वावण्णकुहिय चिक्खल्ल - कद्दमेसु-कुकूलाणलपलित्तजालमुम्मुर - असिक्खुरकरवत्त धारासु णिसिय विच्छुय - डंक - णिवायोवम्मफरिस अइदुस्सहेसु य, अत्ताणा असरणा कडुयदुक्ख परितावणेसु अणुबद्धનિરંતર-વેયનેસુ-નમપુરિસ-સંતેપુ । ભાવાર્થ :- તે હિંસક, પાપીજન આ મનુષ્ય ભવનું આયુષ્ય સમાપ્ત થાય ત્યારે, મૃત્યુને પ્રાપ્ત થઈ અશુભકર્મોની બહુલતાના કારણે શીઘ્ર(સીધા જ) નરકમાં ઉત્પન્ન થાય છે. જે નરક ઘણી વિશાળ–વિસ્તૃત છે. તેની ભીંત વજ્રમય છે. તે ભીંતમાં કોઈ સંધિ કે છિદ્ર નથી. ત્યાંથી બહાર નીકળવાનું કોઈ દ્વાર નથી. ત્યાંની ભૂમિ કોમળતા રહિત છે, કઠોર છે, અત્યંત કઠોર છે. તે નરકરૂપી કારાગાર વિષમ છે. ત્યાં નરકાવાસ અત્યંત ગરમ એવં તપ્ત રહે છે. તે જીવ ત્યાં દુર્ગંધને કારણે હંમેશાં ઉદ્વિગ્ન અને ગભરાયેલા હોય છે. ત્યાંનું દશ્ય અત્યંત (બીભત્સ) છે. તે જોતાં જ ભયાનક દેખાય છે. નરકના કેટલાક સ્થાનોમાં જ્યાં ઠંડીની પ્રધાનતા છે. તે હિમાલયથી વધુ ઠંડો છે. તે નરક અત્યંત ભયંકર છે. ગંભીર અને રુંવાટા ઉભા કરી દેનાર છે, અરમણીય—ઘૃણાસ્પદ છે. તે જેનો પ્રતિકાર ન થઈ શકે તેવા અસાધ્ય કુષ્ઠ આદિ વ્યાધિઓ, રોગો એવં દુઃખથી પીડા પહોંચાડનાર છે. ત્યાં હંમેશા અંધકાર રહેવાના કારણે પ્રત્યેક વસ્તુ ઘણીજ ભયાનક લાગે છે. ગ્રહ, નક્ષત્ર, ચંદ્રમા, સૂર્ય, આદિની જ્યોતિ(પ્રકાશ)નો ત્યાં અભાવ છે. મેદ, વસા–ચરબી, માંસના ઢગલા હોવાથી તે સ્થાન અત્યંત ઘૃણાસ્પદ છે. રસી અને લોહી વહેવાથી ત્યાંની ભૂમિ ભીની અને ચીકણી રહે છે અને કીચડ જેવું લાગે છે. ઉષ્ણ પ્રધાન સ્થાનોનો સ્પર્શ બળતા છાણા(કરીષ)ની અગ્નિ યા ખેરની અગ્નિ ની સમાન ઉષ્ણ તથા તલવાર, અસ્ત્ર અથવા કરવતની ધાર સમાન તીક્ષ્ણ છે. તેનો સ્પર્શ વીંછીના ડંખથી પણ અધિક વેદના ઉત્પન્ન કરાવનાર અતિશય દુઃસહ્ય છે. ત્યાં નારકજીવ ત્રાણ અને શરણથી રહિત છે. તે નરક કટુ ફળદાયક દુઃખોને કારણે ઘોર પરિતાપ ઉત્પન્ન કરનાર છે. ત્યાં નિરંતર દુઃખ હોય છે, દુઃખરૂપ વેદના છે. ત્યાં યમપુરુષ અર્થાત્ પંદર પ્રકારના પરમાધામી દેવો હોય છે તે નારકોને ભયંકર યાતનાઓ આપે છે.
SR No.008767
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages344
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy