________________
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
કૃત્યો-મકાન બનાવવા, કુવા બનાવવા આદિનો ઉલ્લેખ છે અને અહીં હિંસાના આત્યંતર કારણો-ક્રોધાદિ કષાયો, હાસ્ય, રતિ, અરતિ આદિનું કથન છે.
જ્યારે ક્રોધાદિ વભાવિક પરિણામોથી જીવની વૃત્તિ મલિન બને છે ત્યારે તે હિંસા કરે છે. જ્યારે વૃત્તિમાં મલિનતા ન હોય ત્યારે હિંસાનું આચરણ થતું નથી. પ્રમાદ કે અજ્ઞાનવશ હિંસા થાય છે. કેટલાક જીવો ધર્મને માટે, ધર્મના નામે નિમ્પ્રયોજન હિંસા કરે છે; હોમ, હવનાદિમાં પશુઓની આહુતિ આપવી વગેરે ક્રિયાકાંડને ધર્મ સમજે છે પરંતુ આ પ્રકારના કાર્યોમાં મિથ્યાત્વની જ પ્રધાનતા છે, વિવેકનો સર્વથા અભાવ છે.
તાત્પર્ય એ છે કે કોઈ પણ કારણથી, કોઈ પણ પ્રયોજનની સિદ્ધિ માટે હિંસા કરાય તે એકાંતે પાપ જ છે. તેનાથી આત્માનું હિત કદાપિ થતું જ નથી.
હિંસક જન :१९ कयरे ते ? जे ते सोयरिया मच्छबंधा साउणिया वाहा कूरकम्मा वाउरिया दीविय- बंधणप्पओग-तप्पगल-जाल वीरल्लगायसीदब्भ-वग्गुराकूडछेलियाहत्था हरिएसा साउणिया य वीदंसगपासहत्था वणचरगा लुद्धगा महुचाया पोयघाया एणीयारा पएणीयारा सर-दह-दीहिय-तलाग-पल्ललपरिगालण-मलण-सोत्तबंधण-सलिलासयसोसगा-विसगरलस्स य दायगा उत्तणवल्लर-दवग्गि-णिद्दया पलीवगा कर कम्मकारी । ભાવાર્થ :- હિંસક પ્રાણી કોણ છે?
શૌકરિક- શૂકરોનો શિકાર કરનાર, મત્સ્યબંધક-માછલીઓને જાળમાં બાંધીને મારનાર, શકનિક–જાળમાં ફસાવીને પક્ષીઓનો વધ કરનાર, વ્યાધ-મુગો, હરણોને ફસાવીને મારનાર, કૂરકર્માવાગરિક–જાળમાં મૃગ આદિને ફસાવવાને માટે ફરનાર, જે મૃગાદિને મારવાને માટે ચિત્તા, બંધનપ્રયોગ, આદિ ઉપાય કરનાર, માછલીઓ પકડવાને માટે તપ્ર એટલે નાનીનૌકા દ્વારા સમુદ્રમાં જઈ ગલ-માંસ, લોટ લગાડેલ કાંટા દ્વારા માછલી પકડનારા વીરલક–બાજપક્ષી, બકરી, ચિત્તા આદિને પડકવાને માટે પિંજરા આદિમાં રાખેલી અથવા કોઈ સ્થાન પર બાંધેલી બકરી અથવા બોકડો આદિને મારવા માટે લોઢાની જાળ, દર્ભ અથવા દર્ભ નિર્મિત રસ્સી, કૂટપાશ. આ સર્વ સાધનોને હાથમાં લઈને ફરનાર–આ સાધનોનો પ્રયોગ કરનાર, હરિકેશ-ચાંડાલ, ચિડીમાર, બાજપક્ષી તથા જાળને રાખનાર વનચર–ભીલ આદિ વનવાસી, મધમાખીનો ઘાત કરનારા, પોતઘાતક–પક્ષીઓનાં બચ્ચાનો ઘાત કરનાર, મૃગોને આકર્ષિત કરવાને માટે હરણીને લઈ ફરનારા, અનેક હરણીઓનું પાલન કરનાર;
સરોવર, હૃદ, વાપી, તળાવ, પલ્લવ–શુદ્ર જળાશય વગેરેને મત્સ્ય શંખ આદિ પ્રાપ્ત કરવા માટે