________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન–૧.
| ૨૧
|
ચંગેરી-મોટી નૌકા અથવા ફૂલોની ટોપલી, ખૂટી, સ્તંભ, સભાગાર, પાણીની પરબ, આવસથઆશ્રમ(મઠ), ગંધ, ફૂલની માળા, વિલેપન, વસ્ત્ર, યુગ–ધૂસર, હળ, મતિક–ખેતર ખેડ્યા પછી ફા ફોડવા માટે લાંબુ કાષ્ઠ નિર્મિત ઉપકરણ વિશેષ, કુલિક-વિશેષ પ્રકારનું હળ, ચંદન-યુદ્ધનો રથ, શિબિકા-પાલખી, રથ, શકટ–ગાડુ, યાન, યુગ્ય–બે હાથનું લાંબુ પહોળું વેદિકા યુક્ત યાન વિશેષ, અટ્ટાલિકા-કિલ્લા ઉપરનું સ્થાન, ચરિકા-નગર અને કિલ્લાની મધ્યનો આઠ હાથનો પહોળો માર્ગ, દ્વાર, ગોપુર, અર્ગલા, અરહટ આદિ, શૂળી, લાઠી, મુસંઢી, શતદની-તોપ અથવા મહાશિલા જેનાથી સેંકડોનું હનન થઈ શકે તથા અનેક પ્રકારના શસ્ત્ર, ઢાંકણ અને અન્ય ઉપકરણ બનાવવા માટે તથા અન્ય કથિત અકથિત સેંકડો પ્રયોજનોથી જ્ઞાની–અજ્ઞાનીજન વનસ્પતિકાયની હિંસા કરે છે.
હિંસક જીવોનો દ્રષ્ટિકોણ :१८ सत्ते सत्तपरिवज्जिया उवहणंति दढमूढा दारुणमई कोहा माणा माया लोहा हस्स रई अरई सोय वेयत्थी जीय-धम्मत्थकामहेउं सवसा अवसा अट्ठा अणट्ठाए य तसपाणे थावरे य हिंसइ मंदबुद्धी ।
सवसा हणति, अवसा हणति ,सवसा अवसा दुहओ हणंति, अट्ठा हणंति, अणट्ठा हणंति, अट्ठा अणट्ठा दुहओ हणंति, हस्सा हणंति, वेरा हणति, रईय हणति. हस्सा-वेरा-रईय हणति, कद्धा हणति लुद्धा हणति, मुद्धा हणति, कुद्धा लुद्धा मुद्धा हणति, अत्था हणति, धम्मा हणति, कामा हणति, अत्था धम्मा कामा हणति । ભાવાર્થ :- જે શક્તિમાન કે શક્તિહીન છે તે દઢમૂઢ–હિતાહિતના વિવેકથી સર્વથા શૂન્ય–અજ્ઞાની, દારુણ મતિવાળા જીવો, સત્વહીન-દીન એવા પૃથ્વીકાયાદિ જીવોની હિંસા કરે છે. તે મંદબુદ્ધિ પુરુષ ક્રોધ-માન-માયા-લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોકથી, વેદાનુષ્ઠાનના અર્થી વેદોક્ત ધર્મક્રિયા માટે, જીવન માટે, ધર્મ માટે, અર્થ માટે, કામ માટે, સ્વવશપણે, પરવશપણે, પ્રયોજનપૂર્વક અથવા નિપ્રયોજન, ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. તે સ્વવશપણે–સ્વતંત્રતાપૂર્વક ઘાત કરે, પરવશ થઈને ઘાત કરે છે, સ્વવશ અને પરવશ બંને પ્રકારે ઘાત કરે છે. સપ્રયોજન ઘાત કરે છે, નિપ્રયોજન ઘાત કરે છે, સપ્રયોજન અને નિપ્રયોજન બંને પ્રકારે ઘાત કરે છે, હાસ્ય-વિનોદથી ઘાત કરે છે, વૈરથી ઘાત કરે છે. રતિ-આનંદથી ઘાત કરે છે, હાસ્ય, વૈર, રતિથી ઘાત કરે છે, કુદ્ધ બનીને, લુબ્ધ બનીને, મુગ્ધ બનીને ઘાત કરે છે, શુદ્ધલુબ્ધ–મુગ્ધ બનીને ઘાત કરે છે. અર્થને માટે, ધર્મને માટે, કામભોગને માટે ઘાત કરે છે તથા ધર્મઅર્થ-કામભોગ ત્રણેને માટે ઘાત કરે છે. વિવેચન :
જગતના વિભિન્ન પ્રાણીઓ વિવિધ પ્રયોજનથી હિંસા કરે છે. પૂર્વના સૂત્રોમાં હિંસાના બાહ્ય