________________
શ્રુતસ્કંધ–૧/અધ્યયન-૧
૭
વિવેચન :
આ સૂત્રમાં હિંસાના સ્વરૂપ દર્શક અનેક શબ્દોનો ઉલ્લેખ કરીને શાસ્ત્રકારે હિંસાના વિરાટ સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે. કાર્ય કારણની પરંપરા અનુસાર કોઈ પણ કાર્યનું અસ્તિત્વ કેવળ અભિવ્યક્તિ કાળમાં જ હોતું નથી પરંતુ કારણ રૂપે ભૂતકાળમાં અને પરિણામ રૂપે ભવિષ્યમાં પણ રહે છે.
હિંસા ક્ષણિક ઘટના નથી. હિંસકકૃત્ય દશ્યકાળમાં વર્તમાનકાલમાં પ્રગટ થાય છે પણ તેનું ઉપાદાન ભૂતકાળમાં તેમજ તેનું પરિણામ ભવિષ્યમાં વ્યાપ્ત છે અર્થાત્ તેનો પ્રભાવ ત્રૈકાલિક હોય છે.
કોઈ પણ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્ત કારણની આવશ્યક્તા છે. ઉપાદાન કારણ આત્માના જ શુભાશુભ ભાવો છે અને નિમિત્ત કારણ બાહ્ય સંયોગ, વેષ, પરિસ્થિતિ, અન્ય સાધનો વગેરે
હિંસા રૂપ આશ્રવનું ઉપાદાન કારણ આત્માની જ વૈભાવિક પરિણતિ છે. નિમિત્તકારણમાં વિવિધતા હોય છે. નિમિત્તની અપેક્ષાએ ઉપાદાનમાં વૈવિધ્ય પ્રગટ થાય છે. તેથી જ સ્વરૂપની અપેક્ષાએ એક હોવા છતાં હિંસાના અનેક વિશેષણો છે. પ્રત્યેક વિશેષણ રૂપ વિશિષ્ટ શબ્દો હિંસાના સ્વરૂપને જ સ્પષ્ટ કરે છે. (૧) પાો :- હિસા પાપકર્મના બંધનું કારણ હોવાથી તે પાપરૂપ છે.
(૨) ચંડો :- કષાયથી ઉગ્ર બનેલ વ્યક્તિજ પ્રાણવધ કરે છે તેથી તે ચંડ રૂપ છે.
(૩) રુદ્દો :- હિંસા સમયે જીવ રૌદ્ર પરિણામી બની જાય છે માટે હિંસા રૂદ્ર છે.
(૪) શુદ્દો :- ક્ષુદ્ર વ્યક્તિ જ હિંસા કરે છે તેથી તેને ક્ષુદ્ર કહે છે. સર્વ જીવો પ્રતિ વાત્સલ્યભાવ અહિંસા છે. જ્યારે તે ભાવ સંકીર્ણ અને ત્યારે તેની વિચારધારા સ્વકેન્દ્રિત બની જાય છે અર્થાત્ તે તુચ્છ વૃત્તિવાન કે ક્ષુદ્ર બની જાય છે અને સ્વકેન્દ્રિત વૃત્તિનું પોષણ કરવા તે હિંસાનું આચરણ કરે છે.
(૫) સાહસિકો :- હિંસાનું કાર્ય વિચાર્યા વિના સહસા થાય છે તેથી તેને સાહસિક કહે છે.
સાહસિત્ત: સહસા અવિષાર્ય ારિાત્– વિચાર્યા વિના કાર્ય કરનારને સાહસિક કહે છે. સાહસિક વ્યક્તિ અવિવેકી બની જાય છે અને અવિવેકી જ હિંસા કરે છે.
(૬) અળતિઓ :- અનાર્ય પુરૂષોદ્વારા આચરિત હોવાથી અથવા હિંસા હેય પ્રવૃતિ હોવાથી તેને અનાર્ય કહેછે.
(૭) િિધળો :- હિંસા સમયે પાપ પ્રત્યે તિરસ્કાર થતો નથી, પાપની ઘૃણા રહેતી નથી માટે તેને નિષ્ણ કહે છે.
(૮)ખિસ્સુંસો :- હિંસા એ દયા હીનતાનું કાર્ય છે, પ્રશસ્ત નથી માટે તે નૃશંસ છે.
=