________________
૬ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
(૧) એક પ્રકાર- આશ્રવ એક છે. કર્મના કારણભૂત તત્ત્વની અપેક્ષાએ આશ્રવ એક છે. (૨) પાંચ પ્રકાર– મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય અને યોગ અથવા હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ. (૩) છ પ્રકાર-શ્રોતેન્દ્રિય આશ્રવ, ચક્ષુરિન્દ્રિય આશ્રવ, ધ્રાણેન્દ્રિય આશ્રય, રસનેન્દ્રિય આશ્રવ, સ્પર્શેન્દ્રિય આશ્રવ, નો ઈન્દ્રિય આશ્રવ.
(૪) આઠ પ્રકાર– શ્રોતેન્દ્રિય આશ્રવ યાવતુ સ્પર્શેન્દ્રિય આશ્રય, મન આશ્રવ, વચન આશ્રવ, કાય આશ્રવ.
(૫) દશ પ્રકાર– શ્રોતેન્દ્રિય આશ્રવ યાવત્ કાય આશ્રવ, ઉપકરણ આશ્રવ, શુચિ કુશાગ્ર આશ્રવ.
અન્ય પ્રકારે આશ્રવના બીજા ભેદ પણ થાય છે. આશ્રવ પ્રક્રિયાનો પ્રારંભ - પ્રત્યેક સંસારી જીવ અનાદિકાલથી રાગ-દ્વેષાદિ પરિણામોથી યુક્ત છે અને આશ્રવની-કર્મ આવવાની પ્રક્રિયા પણ અનાદિકાલથી ચાલુ જ છે. જ્યારે જીવ આશ્રવના કારણભૂત રાગાદિ ભાવોથી સર્વથા મુક્ત બની જાય ત્યારે તે પ્રક્રિયાનો અંત આવે છે અને એક વાર તે પ્રક્રિયાનો સર્વથા અંત થયા પછી પુનઃ તેનો પ્રારંભ થતો નથી. સંવરભાવથી આશ્રવનો નિરોધ–અંત થાય છે. આશ્રવ દ્વારનો પ્રતિપાદ્ય વિષય:- સૂત્રકારે આશ્રવારના વિષયોનું નિરૂપણ પાંચ પ્રકારે કર્યું છે. (૧) હિંસાદિ આશ્રવોનું સ્વરૂપ (૨) તેના વિવિધ નામ (૩) હિંસાદિ આશ્રયજનક કૃત્યો (૪) હિંસાદિ આશ્રવોનું ફળ (૫) હિંસાદિ આશ્રવોનું સેવન કરનાર પાપી જીવો. હિંસા-પ્રાણવધનું સ્વરૂપ :| ૨ પાળવો નામ પણ નહિં મળઓ- પાવો, વંદો, દ્દો, , साहसिओ, अणारिओ, णिग्घिणो, णिस्संसो, महब्भओ, पइभओ, अइभओ, વીહો, તાલી , અણ (તબ્બાગ), ડબ્બયા ય, ગરવો , णिद्धम्मो, णिप्पिवासो, णिक्कलुणो, णिरयवासगमणणिधणो, मोहमहब्भयपयट्टओ, मरणवेमणस्सो । एस पढमं अहम्मदारं ॥ ભાવાર્થ - જિનેશ્વર ભગવંતે પ્રાણવધનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે. આ પ્રાણવધ (૧) પાપરૂપ છે (૨) ચંડ છે તેમજ (૩) રૂદ્ર (૪) ક્ષુદ્ર (૫) સાહસિક (૬) અનાર્ય (૭) નિર્ગુણ (૮) નૃશંસ (૯) મહાભય (૧૦) પ્રતિભય (૧૧) અતિભય (૧૨) બિહામણો (૧૩) ત્રાસજનક (૧૪) અન્યાય(તર્જના રૂપ) (૧૫) ઉદ્વેગજનક (૧૬) નિરપેક્ષ (૧૭) નિર્ધર્મ (૧૮) નિષ્કિપાસ (૧૯) નિષ્કરુણ (૨૦) નરકવાસ ગમન-નિધન (૨૧) મોહ મહાભય પ્રવર્તક (૨૨) મરણ વૈમનસ્ય રૂપ છે. આ પ્રથમ અધર્મ દ્વારનું સ્વરૂપ છે.