________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૧
સાંભળ્યો છે તે)અર્થ કહ્યો છે. તો શ્રમણ ભગવાન મહાવીરે દશમા અંગ પ્રશ્નવ્યાકરણનો શું અર્થ કહ્યો છે?
જંબુ ! શ્રમણ ભગવાન મહાવીરે દશમા અંગના બે શ્રુતસ્કંધ કહ્યા છે. આશ્રવાર અને સંવરદ્વાર.
હે પૂજ્ય ! શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ શ્રત સ્કંધના કેટલા અધ્યયન કહ્યા છે?
હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ શ્રત સ્કંધના પાંચ અધ્યયન કહ્યા છે.
હે પૂજ્ય ! બીજા શ્રુતસ્કંધના કેટલા અધ્યયન કહ્યા છે? એ જ પ્રમાણે છે યાવત્ પાંચ અધ્યયન કહ્યા છે.
હે પૂજ્ય! શ્રમણ ભગવાન મહાવીરે આશ્રવ અને સંવરનો શું અર્થ કહ્યો છે?
ત્યાર પછી જંબૂ અણગારે આ પ્રમાણે પૂછ્યું ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું– | હે જંબૂ! આશ્રવ અને સંવરનો સારી રીતે નિશ્ચય કરાવનાર પ્રવચનનો સાર(અર્થ) હું કહીશ. જે અર્થ મહર્ષિ તીર્થકરો અને ગણધરો દ્વારા નિશ્ચિત કરેલો છે અને સંભાષિત છે અર્થાત્ સમીચીન રૂપે કહેવામાં આવ્યો છે. [૧].
જિનેશ્વર દેવે આશ્રવના પાંચ પ્રકાર કહ્યા છે– (૧) હિંસા (૨) અસત્ય (૩) અદત્તાદાન (૪) અબ્રહ્મ (પ) પરિગ્રહ. આ પાંચે આશ્રવો જગતમાં અનાદિથી છે. [૨]
પ્રાણવધરૂપ પ્રથમ આશ્રવ જેવો છે, તેના જે નામો છે, જે પ્રકાર અને જે પાપી પ્રાણીઓ દ્વારા તે કરાય છે અને જે પ્રમાણે કરાય છે અને તે જે(ઘોર દુઃખમય) ફળ પ્રદાન કરે છે તે તમે સાંભળો. [૩].
વિવેચન :
પ્રસ્તુત પ્રારંભિક ત્રણ ગાથામાં શાસ્ત્રનો પ્રતિપાદ્ય વિષય, શાસ્ત્રની પ્રામાણિકતા, આશ્રવના પ્રકાર, તેનો નામોલ્લેખ તેમજ આશ્રયદ્વારનો વિષયોલ્લેખ કર્યો છે.
આશ્રવ - આ વિધિના સર્વ વ્યાપ વધત્વેન શનિ-વત્તિ વર્ષ વેશ્ચત્તે કાશવાદ / જેનાથી આત્મપ્રદેશોમાં કર્મ પરમાણુ પ્રવિષ્ટ થાય તેને આશ્રવ કહે છે. જે સમયે આત્મા ક્રિોધાદિ અથવા હિંસાદિ ભાવોમાં તન્મય હોય છે તે સમયે આશ્રવની ક્રિયા થાય છે. બંધની પૂર્વ અવસ્થા આશ્રવ છે. કર્મબંધના જે કારણો છે તે આશ્રવ કહેવાય છે.
આશ્રવ સંખ્યા :- આશ્રવની સંખ્યા અને નામના વિષયમાં વિવિધ માન્યતાઓ પ્રચલિત છે– (૧) શ્રી સ્થાનાંગ સૂત્રમાં આશ્રવના એક, પાંચ, છ, આઠ, દશ પ્રકાર કહ્યા છે. (૨) શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં આશ્રવના પાંચ પ્રકાર કહ્યા છે. પ્રસ્તુત આગમમાં આશ્રવના પાંચ પ્રકાર કહ્યા છે.