________________
|
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
पण्णत्ता?
____ जंबू ! पढमस्स सुयक्खंधस्स समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं पंच अज्झयणा पण्णत्ता ।
दोच्चस्स णं भंते ! सुयक्खंधस्स ? एवं चेव जाव पंच अज्झयणा पण्णत्ता।
एएसि णं भंते ! अण्हय-संवराणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णते ?
तए णं अज्जसुहम्मे थेरे जंबूणामेणं अणगारेणं एवं वुत्ते समाणे जंबू अणगारं एवं वयासी- एवं खलु जंबू !
इणमो अण्हय-संवर विणिच्छयं, पवयणस्स णिस्संदं । वोच्छामि णिच्छयत्थं, सुभासियत्थं महेसीहिं ॥१॥ पंचविहो पण्णत्तो, जिणेहिं इह अण्हओ अणाईओ। हिंसामोसमदत्तं अब्बंभपरिग्गहं चेव ॥२॥ जारिसमो जं णामा, जह य कओ जारिसं फलं देइ ।
जे वि य करेंति पावा, पाणवहं तं णिसामेह ॥३॥ ભાવાર્થ :- કાલે તે સમયે ચંપા નામની નગરી હતી. તે નગરીની બહાર પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું, વનખંડ હતું. તેમાં એક ઉત્તમ અશોકવૃક્ષ હતું અને તેની નીચે એક પૃથ્વીમય શિલા હતી.
તે ચંપા નગરીમાં કોણિક નામના રાજા હતા. તેને ધારિણી નામની પટ્ટરાણી હતી. તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી સ્થવિર આર્ય સુધર્મા સ્વામી વિચરતા હતા. તેઓ જાતિ સંપન્ન યાવતુ પાંચસો અણગારો સહિત, પૂર્વાનુપૂર્વી વિહાર કરતાં, ગ્રામાનુગ્રામ વિચરતાં ચંપા નગરીમાં પધાર્યા અને સંયમ તથા તપથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા.
તે કાલે તે સમયે આર્ય સુધર્મા સ્વામીના શિષ્ય કાશ્યપગોત્રીય જંબૂ નામના અણગાર હતા થાવત સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરતા હતા.
એકવાર આર્ય જંબૂના મનમાં જિજ્ઞાસા ઉત્પન્ન થઈ યાવત તે જ્યાં આર્ય સુધર્મા સ્વામી હતા ત્યાં આવ્યા, આવીને આર્ય સુધર્મા સ્વામીની ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર ક્ય, વંદન અને નમસ્કાર કરીને ન અતિ નજીક ન અતિ દૂર બેસીને વિનયપૂર્વક બન્ને હાથ જોડીને(અંજલિ કરીને) પર્યાપાસના કરતાં આ પ્રમાણે કહ્યું.
ભંતે ! (હે પૂજ્ય) શ્રમણ ભગવાન મહાવીરે નવમા અંગ–અનુત્તરોપપાતિક દશાનો આ(જે મેં