________________
આ થોડા જ શબ્દોમાં પરિગ્રહનું સમગ્ર ચિત્ર ઉપસી આવે છે. કહ્યું છે કે તેનો અંત નથી, તે કોઈને શરણ દેનાર નથી, દુઃખદ પરિણામયુક્ત છે; અસ્થિર, અનિત્ય અને અશાશ્વત છે; પાપકર્મોનું મૂળ છે; વિનાશની જડ છે; વધ, બંધ, અને સંક્લેશથી વ્યાપ્ત છે; અનંત ક્લેશ તેની સાથે જોડાયેલ છે.
અંતે વર્ણનનો ઉપસંહાર આ શબ્દોની સાથે કર્યો છે – મોવર मुत्तिमग्गस्स फलिहभूयो, चरिमं अधम्मदारं समत्तं अर्थात् श्रेष्ठ भोक्षमार्ग માટે આ પરિગ્રહ આગળિયા રૂપ છે.
આ રીતે પ્રથમ શ્રુતસ્કંધના પાંચ અધ્યયનમાં પાંચે આશ્રવ અને તેના પરિણામનું નિરૂપણ છે.
દ્વિતીય શ્રુતસ્કંધમાં આશ્રવ નિરોધ રૂપ પાંચ સંવર, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહના સ્વરૂપનું અને તેના સુખદ પરિણામનું સવિસ્તાર નિરૂપણ કર્યું છે. (૧) અહિંસાના સંવરમાં સૌ પ્રથમ અહિંસાનું સ્વરૂપ, તેના ૬૦ સાર્થક નામો, ભગવતી અહિંસાનો મહિમા અને અંતે અહિંસક વૃત્તિ કેળવવામાં નિમિત્તભૂત પાંચ ભાવનાનું નિરૂપણ છે. (૨) સત્ય સંવરમાં સત્યના વિવિધ નામાંતરોથી સત્યનું વિરાટ સ્વરૂપ અને દસ પ્રકારના સત્યવચનનું કથન કર્યું છે. તે ઉપરાંત સાધકને માટે સંયમી જીવનમાં બાધક ભાષાનો ત્યાગ અને સંયમી જીવનને પોષક ભાષાના પ્રયોગનું હિતકારી સૂચન છે અને પાંચ ભાવનાનું નિરૂપણ છે. (૩) અચૌર્ય સંવરમાં અચૌર્યથી સંબંધિત અનુષ્ઠાનોનું વર્ણન કર્યું છે. તેમાં અસ્તેયની ભૂલથી લઈને સૂકમતમ વ્યાખ્યા કરી છે.
અચૌર્ય માટે પ્રયુક્ત અદત્તાદાનવિરમણ અને દત્તાનુજ્ઞાત આ બે પર્યાયવાચી નામોનું અંતર સ્પષ્ટ કરતાં કહ્યું છે કે અદત્તના મુખ્યતયા પાંચ પ્રકાર છે. દેવઅદત્ત, ગુરુઅદત્ત, રાજઅદત્ત, ગૃહપતિઅદત્ત અને સહધર્મ અદત્ત. આ પાંચ પ્રકારોના અદત્ત સ્કૂલ કે સૂક્ષ્મ રૂપે ગ્રહણ કરાય તો તે અદત્તાદાન છે. આ પ્રકારના અદત્તાદાનનો મન,
38