________________
૭,
૮,
૯,
૧૦,
૧૧,
૧૨,
૧૩,
૧૪,
સંસારને પ્રજાપતિ દ્વારા નિર્મિત માનનારા,
સંસારને ઈશ્વરકૃત માનનારા,
સમસ્ત સંસારને વિષ્ણુમય માનનારા,
આત્માને એક અકર્તા, વેદક, નિત્ય, નિષ્ક્રિય, નિર્ગુણ, નિર્લિપ્ત માનનારા,
જગતને યાદૃચ્છિક માનનારા,
જગતને સ્વભાવ જનિત માનનારા,
જગતને દેવકૃત માનનારા, નિયતિવાદી–આજીવક મત,
આ રીતે અસત્યવાદકોના નામોલ્લેખથી વિભિન્ન દાર્શનિકોની જગત વિષયક શું ધારણા હતી, તે જાણીને સાધક સ્વયં સત્ય તત્ત્વને સમજી શકે તે જ શાસ્ત્રકારનો આશય જણાય છે.
(૩) અદત્તાદાન આશ્રવમાં પણ અદત્તાદાનનું સ્વરૂપ, તેના સાર્થક ૩૦ નામ, ચોરી, ચોરીનું પ્રયોજન, સંસારના વિવિધ પ્રસંગે થતી વિવિધ પ્રકારની ચોરી અને તેના દુષ્પરિણામનું દર્શન છે.
(૪) અબ્રહ્મચર્ય આશ્રવમાં સહુ પ્રથમ સર્વ પ્રકારના ભોગસંપન્ન દેવ, દેવી, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, માંડલિક રાજા આદિની ભોગ સામગ્રીનું વર્ણન છે. તેના અંતે કહ્યું છે કે–તાઓ વિ વળમતિ મરયમ્મ...જામાળ તેઓ પણ અતૃપ્ત કામના સાથે મરણને પ્રાપ્ત કરે છે. તે ઉપરાંત અબ્રહ્મની કામનાને પૂર્ણ કરવા સ્ત્રીઓના નિમિત્તે થનારાં યુદ્ધોનો ઉલ્લેખ કરીને શાસ્ત્રકારે સાધકોને નિર્વેદ ભાવ જાગૃત કરાવ્યો છે.
(૫) પરિગ્રહ આશ્રવમાં સંસારમાં જેટલા પ્રકારનો પરિગ્રહ મળે છે તેનું સવિસ્તાર નિરૂપણ કર્યું છે. આ પરિગ્રહ રૂપી પિશાચના પાશમાં સર્વ પ્રાણી બંધાયેલા છે. તેના સમાન લોકમાં અન્ય કોઈ બંધન નથી, છતાં પામર પ્રાણી તેનો અધિકથી અધિક સંચય કરતો રહે છે. શાસ્ત્રકારે પરિગ્રહની ભયંકરતા નીચેના શબ્દોથી પ્રગટ કરી છે.
અનંત, અક્ષરળ, પુરત, અષુવળાં, અસાલય, પાવમળેમ, અવિ-જિરિયન્વ, विणासमूलं, वहबं धपरिकिले सबहुलं अनंतसंकिलेसकारणं ।
37