________________
સમવાયાંગ સૂત્રમાં પણ પ્રશ્નવ્યાકરણનો એક શ્રુતસ્કન્ધ માન્ય છે. પરંતુ આચાર્ય અભયદેવે પોતાની વૃત્તિમાં જે ઉપોદ્ઘાત ઉષ્કૃત કરેલ છે, તેમાં બીજા પ્રકારથી વર્ગીકરણ છે. ત્યાં પ્રશ્નવ્યાકરણના બે શ્રુતસ્કંધ કહ્યા છે અને પ્રત્યેકમાં પાંચ પાંચ અધ્યયનનો ઉલ્લેખ કરેલ છે.– ''વો સુયવાંધા પળત્તા- આસવવારા ય સંવરવારા ય, पढमस्स णं सुयक्खंधस्स... पंचअज्झयणा... दोच्चस्स णं सुयक्खंधस्स पंच अज्झयणा ।
પ્રતિપાદ્ય વિષય :
પ્રસ્તુત પ્રશ્ન વ્યાકરણમાં હિંસાદિ પાંચ આશ્રવો અને અહિંસાદિ પાંચ સંવરોનું વર્ણન છે. એક એક અધ્યયનમાં એક એક વિષય પર વિસ્તૃત વર્ણન છે. પ્રત્યેક વિષયમાં પાંચ દ્વારથી વર્ણન છે. હિંસાનું સ્વરૂપ, હિંસાના પર્યાયવાચી નામ, હિંસાનું પરિણામ, હિંસક જીવ, તે કોની કોની હિંસા કરે છે અને શા માટે કરે છે? (૧) હિંસાનું સ્વરૂપ (૨) હિંસક જીવો (૩) હિંસ્ય જીવો (૪) હિંસાનું કારણ (૫) હિંસાનું ભયંકર પરિણામ. આ પાંચ પ્રકારે સમજતા હિંસાની ભીષણતાનું જીવંત ચિત્ર ઉપસ્થિત થઈ જાય છે.
તેમ જ સૂત્રકારે હિંસાના વર્ણનમાં વૈદિક હિંસા, ધર્મના નામે થતી હિંસા, તે ઉપરાંત જગતમાં થનારી વિવિધ પ્રકારની હિંસક પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી સાધકોને તેનાથી નિવૃત્ત થવાની પ્રેરણા આપી છે.
અસત્ય આશ્રવના પ્રકરણમાં સર્વપ્રથમ અસત્યનું સ્વરૂપ બતાવી, અસત્યના ૩૦ સાર્થક નામોનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી અસત્ય ભાષણનું પ્રયોજન, અસત્યવાદી અને તેના દુઃષમ ફળનો નિર્દેશ છે.
સૂત્રકારે અસત્યવાદીના રૂપમાં નિમ્નોક્ત મતોનો ઉલ્લેખ કર્યો છે.
નાસ્તિકવાદી અથવા વામલોકવાદી—ચાર્વાક, પંચસ્કન્ધવાદી– બૌદ્ધ,
મનોજીવવાદી– મનને જીવ માનનારા, વાયુજીવવાદી– પ્રાણવાયુને જીવ માનનારા ઈંડાથી જગતની ઉત્પત્તિ માનનારા,
લોકને સ્વયંભૂકૃત માનનારા,
૧,
૨,
૩,
૪,
૫,
,
v
36