________________
નામ યુક્ત અનેક ગ્રંથ બની ગયા. સંભવતઃ તેમાં મૂળ પ્રશ્નવ્યાકરણનાં વિષયોની ચર્ચા કરી હોય. જો આ સર્વનું પૂર્વાપર સન્દર્ભની સાથે સમાયોજન કરવામાં આવે તો વિશેષ રહસ્ય પ્રગટ થઈ શકે તેમ છે. રચયિતા અને રચના શૈલી :
પ્રશ્નવ્યાકરણનો આરંભ આ ગાથાથી થાય છે. जंबू ! इणमो अण्हय-संवर-विणिच्छयं पवयणस्स णीसंद
वोच्छामि णिच्छयत्थं सुहासियत्थं महेसीहिं । અર્થ –હે જબ્બ! અહીં મહર્ષિ પ્રણીત પ્રવચનસાર રૂપ આશ્રવ અને સંવરનું નિરૂપણ કરીશ.
પ્રસ્તુત ગાથામાં'આર્ય જંબું સંબોધન કર્યું હોવાથી ટીકાકારે તેનો સંબંધ સુધર્મા સ્વામી સાથે જોડ્યો છે. શ્રી અભયદેવ સૂરિએ પણ તેની ટીકાના ઉપોદ્ઘાતમાં આ ગ્રંથના પ્રવક્તા તરીકે સુધર્મા સ્વામીનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ ગાથામાં આવેલું "મહેલ પદ સ્પષ્ટ કરે છે કે પ્રસ્તુત રચના સુધર્મા સ્વામીની નથી, કોઈ પશ્ચાદ્વર્તી આચાર્યની હોઈ શકે છે. તેમાં સુધર્મા અને જંબૂના સંવાદ રૂપની પ્રાચીન પરંપરાનું અનુકરણમાત્ર કર્યું હોય તેમ પ્રતીત થાય છે.
વર્તમાન પ્રશ્નવ્યાકરણની રચના પદ્ધતિ ઘણી સુઘડ છે. ભાષા અર્ધમાગધી પ્રાકૃત છે, તેની ભાષા સમાસ સંયુક્ત હોવાથી સામાન્ય વાચકો માટે ક્લિષ્ટ બની જાય છે. ક્યાંક, ક્યાંક તો એટલી લાક્ષણિક ભાષાનો ઉપયોગ કરેલ છે કે જેની પ્રતિકૃતિ કાદંબરી આદિ ગ્રંથોમાં જોવા મળે છે. આ તથ્યને સમર્થ વૃત્તિકાર આચાર્ય અભયદેવે પણ પોતાની વૃત્તિના પ્રારંભમાં સ્વીકાર્યું છે.
પ્રસ્તુત પ્રશ્નવ્યાકરણના દસ અધ્યયન છે. આ દસ અધ્યયનોનું વર્ગીકરણ બે પ્રકારે કર્યુ છે. (૧) પ્રશ્નવ્યાકરણના દસ અધ્યયન અને એક શ્રુતસ્કન્ધ છે જે પ્રસ્તુત ઉપસંહાર વચનથી સ્પષ્ટ છે. " પહાવાર નો સુયgધો રસ અથT I નન્દી અને
3
35