________________
પણ ઉપરોક્ત વિચાર સાથે સહમત છે. પરંતુ આ સમાધાન સંતોષપ્રદ નથી. હા, એટલું કહી શકાય કે વર્તમાને ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણ પ્રભુ મહાવીર દ્વારા પ્રતિપાદિત કોઈ પ્રશ્નનો અંશ હોય."પ્રશ્નવ્યાકરણ" નામવાળી પ્રતિઓ પ્રાચીન ગ્રંથ ભંડારોમાં ઉપલબ્ધ છે. જેમ કે જેસલમેરના ખરતરગચ્છના આચાર્યશાખાના ભંડારમાં "જયપાહુડપ્રશ્રવ્યાકરણ" નામની એક તાડપત્રીય પ્રતિ હતી. તે પ્રતિ અશુદ્ધ લખાયેલી હતી અને
ક્યાંક-ક્યાંક અક્ષર પણ તૂટતાં હતાં. તેમાં મુનિશ્રી જિનવિજયજીએ યથાયોગ્ય પાઠ સંશોધિત કરી સં. ૨૦૧૫ માં સિંધી જૈન ગ્રંથમાળાના ગ્રંથાંક ૪૩ ના રૂપમાં પ્રકાશિત કરાવી. તેની પ્રસ્તાવનામાં મુનિશ્રીએ જે સંકેત કર્યો છે તેનો કાંઈક અંશ આ પ્રમાણે છે.
પ્રસ્તુત ગ્રંથ અજ્ઞાત તત્ત્વ અને ભાવોનું જ્ઞાન પ્રાપ્ત કરવા-કરાવવા માટે વિશેષ રહસ્યમય શાસ્ત્ર છે. આ શાસ્ત્રના આધારે કોઈપણ પ્રશ્નકર્તાના લાભ-અલાભ, શુભઅશુભ, સુખ–દુઃખ એવં જીવન-મરણ આદિ વિષયક ઘણું નિશ્ચિંત એવં તથ્યપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે.
- ત્યાર પછી ઉપસંહારમાં મુનિશ્રીએ લખ્યું છે– "આ ગ્રંથનું નામ ટીકાકારે પહેલા ન પાદુ અને પછી પ્રશ્નારણ આપ્યું છે. મૂળ ગ્રંથકારે નયપાદુક નામ આપ્યું છે અને અંતે પણ " પ્રશ્નવ્યાકરણ સમાપ્તમ્" લખ્યું છે. શરૂઆતમાં ટીકાકારે આ ગ્રંથનું નામ "પ્રશ્નવ્યાકરણ" લખ્યું છે. તેનો ઉલ્લેખ આ પ્રકારે છે."મહાવીરાશિ (શિ) રસ પ્રખ્ય પ્રશ્ન વ્યારાં શાસ્ત્ર વ્યારા નીતિ" તેમાં મૂળ પ્રાકૃત ગાથાઓ ૩૭૮ છે. તેની સાથે સંસ્કૃત ટીકા છે. આ પ્રતિ રર૭ પાનામાં વિ.૧૩૩૬ ની ચૈત્રવેદી એકમે લખેલી છે. અંતે "ચૂડામણિ-જ્ઞાનદીપક" ગ્રંથ. ૭૩ ગાથાઓની ટીકા સહિત છે. તેના અંતે લખ્યું છે.' તિ જિનેન્દ્રથિત પ્રશન વૂડામળિસાર શાસ્ત્ર समाप्तम् '
- જિનરત્નકોશના પૃ. ૧૩૩ માં પણ આ નામવાળી એક પ્રતિનો ઉલ્લેખ છે. તેમાં ૨૨૮ ગાથાઓ કહી છે તથા શાંતિનાથ ભંડાર, ખંભાતમાં કેટલીક પ્રતિઓ છે. તેવું કોશથી જાણી શકાય છે. નેપાળના મહારાજાની લાયબ્રેરીમાં પણ પ્રશ્નવ્યાકરણ યા તેની સમાન નામવાળા ગ્રંથની સૂચના મળે છે. તેની વિશેષ જાણકારી અપ્રાપ્ય છે.
ઉપર્યુકત ઉદ્ધરણોથી આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ છીએ કે મૂળ પ્રાચીન પ્રશ્નવ્યાકરણ સૂત્ર ભિન્ન-ભિન્ન વિભાગોમાં વહેંચાઈ ગયું અને પૃથક–પૃથ
34