________________
પ્રશ્નાપ્રશ્ન છે. જે મંત્રવિદ્યા તેમજ અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, દર્પણપ્રશ્ન, આદિ વિદ્યાઓથી સંબંધિત છે અને તેના ૪૫ અધ્યયન છે. નંદીસૂત્રમાં પણ કહ્યું છે કે પ્રશ્નવ્યાકરણમાં ૧૦૮ પ્રશ્ન, ૧૦૮ અપ્રશ્ન અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન છે તથા અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, દર્પણપ્રશ્ન આદિ વિચિત્ર વિદ્યાતિશયોનું વર્ણન છે. તેમાં ૪૫ અધ્યયન છે.
અચેલક પરંપરાના ધવલા આદિ ગ્રંથોમાં પ્રશ્નવ્યાકરણનો વિષય બતાવતાં કહે છે કે પ્રશ્નવ્યાકરણમાં આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની; આ ચાર પ્રકારની કથાઓનું વર્ણન છે.
આપણી કથામાં છ દ્રવ્યો અને નવ તત્વોનું વર્ણન છે. વિક્ષેપણી કથામાં પરમતનું પ્રતિપાદન કરી ત્યારપછી સ્વમત અર્થાત્ જિનમતની સ્થાપના કરવામાં આવી છે. સંવેદની કથા પુણ્યફળની કથા છે. જેમાં તીર્થકર, ગણધર, ઋષિ, ચક્રવર્તી, બળદેવ, વાસુદેવ, દેવ તેમજ વિદ્યાધરોની ઋદ્ધિનું વર્ણન હોય છે. નિર્વેદની કથામાં પાપફળનું નિરૂપણ હોય છે. માટે તેમાં નરક, તિર્યંચ, કુમાનુષયોનિઓનું વર્ણન છે અને અંગપ્રશ્નો અનુસાર મુષ્ટિ, ચિંતન, લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવિત, મરણ, જય, પરાજય, નામ, દ્રવ્ય, આયુ અને સંખ્યાનું પણ નિરૂપણ છે.
ઉપરોકત બન્ને પરંપરાઓમાં બતાવેલા પ્રશ્નવ્યાકરણના વિષય સંકેતથી જાણી શકાય છે કે પ્રશ્ન શબ્દ મંત્રવિદ્યા અને નિમિત્તશાસ્ત્ર આદિના વિષયથી સંબંધ રાખે છે અને ચમત્કારી પ્રશ્નોનું વ્યાકરણ જે સૂત્રમાં વર્ણિત છે તે પ્રશ્નવ્યાકરણ છે. પરંતુ વર્તમાનમાં ઉપલબ્ધ પ્રશ્રવ્યાકરણમાં એવી કોઈ ચર્ચા નથી. માટે અહિંયા પ્રશ્રવ્યાકરણનો સામાન્ય અર્થ જિજ્ઞાસા અને તેનું સમાધાન કરવામાં આવે છે. હિંસા-અહિંસા, સત્ય-અસત્ય, આદિ ધર્માધર્મ રૂ૫ વિષયોની ચર્ચા જે સૂત્રમાં કરવામાં આવી છે, તે પ્રશ્નવ્યાકરણ છે. આ દષ્ટિથી વર્તમાનમાં ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણનું નામ સાર્થક થાય છે.
સચેલક અને અચેલક બન્ને પરંપરાઓમાં પ્રાચીન પ્રશ્નવ્યાકરણ અંગે જે વિષયનું કથન કર્યું છે અને વર્તમાનમાં જે ઉપલબ્ધ છે, તેને જોતા એક પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે આ પ્રકારનું પરિવર્તન કોણે કર્યું અને કેમ કર્યું? તે અંગે વૃત્તિકાર અભયદેવ સૂરી લખે છે કે આગામી સમયના કોઈ અધિકારી મનુષ્ય ચમત્કારી વિદ્યાઓનો દુરૂપયોગ ન કરે, એ દષ્ટિથી તે વિદ્યાઓ આ સૂત્રમાંથી કાઢી નાખી અને માત્ર આશ્રવ અને સંવરનો સમાવેશ કોઈ આચાર્યો કરી દીધો હોય. ટીકાકાર આચાર્ય જ્ઞાનવિમલ સૂરિ
0
33