________________
વચન, કાયાથી સર્વથા ત્યાગ કરવો અદત્તાદાન વિરમણ કહેવાય છે. દત્તાનુજ્ઞાતમાં દત્ત અને અનુજ્ઞાત આ બે શબ્દ છે. તેનો અર્થ સુગમ છે પરંતુ વ્યંજનિક અર્થ એ છે કે દાતા અને આજ્ઞાદાયક દ્વારા ભક્તિભાવપૂર્વક જે વસ્તુ દેવામાં આવે તથા લેનારની માનસિક સ્વસ્થતા સચવાઈ રહે તે રીતે જે ગ્રહણ થાય તે દત્તાનુજ્ઞાત છે. બીજો અર્થ એ છે કે સ્વામી દ્વારા દેવા પર પણ જેનો ઉપયોગ કરવાની અનુજ્ઞા—આજ્ઞા ગુરુજનોથી પ્રાપ્ત હોય તે જ દત્તાનુજ્ઞાત છે.
(૪) બ્રહ્મચર્ય સંવરમાં બ્રહ્મચર્યના ગૌરવનું પ્રતિભાયુક્ત શબ્દોમાં વિસ્તારથી નિરૂપણ કર્યું છે. તેની સાધના કરનારા સંમાનિત તેમજ પૂજિત હોવાનું નિરૂપણ કર્યું છે. બ્રહ્મચર્ય અને તેની સાધના કરનારાએ, એ બન્નેના મહાત્મ્યદર્શક કેટલાક અંશો આ પ્રમાણે છે.
કર્યા છે.
सव्वपवित्तं सुनिम्मियसारं सिद्धिविमाणं अवंगुयदारं । वेर विरामण पज्जवसाणं, सव्वसमुद्दमहोदधितित्थं ॥
जेण सुद्धचरिएण भवइ, सुबंभणो सुसमणो सुसाहू | इसी समुणीस संजए स एव भिक्खु जो सुद्धं चरइ बंभचेरं ॥
તે સિવાય બ્રહ્મચર્ય વિરોધી પ્રવૃત્તિઓનો પણ ઉલ્લેખ કરીને સાધકને સાવધાન
(૫) અંતિમ પ્રકરણ અપરિગ્રહ સંવરનું છે, તેમાં અપરિગ્રહવૃત્તિનું સ્વરૂપ, તે વિષયના અનુષ્ઠાનો અને અપરિગ્રહવ્રતધારીઓના સ્વરૂપનું નિરૂપણ છે. તેની પાંચ ભાવનાઓના વર્ણનમાં સર્વ પ્રકારના વિષયોના ત્યાગનો સંકેત કર્યો છે કે –
મÜમળુળ-સુમિ-યુમિ-રા-વોસ પબિહિયપ્પા સાદું, मणवयकायगुत्ते संवुडेणं पणिहितिंदिए चरेज्ज धम्मं ।
આ રીતે સંક્ષેપમાં આશ્રવનું પરિણામ સંસાર પરિભ્રમણ અને સંવરનું પરિણામ પરિભ્રમણનો અંત છે. તે વિષયને શાસ્ત્રકારે શાસ્ત્રીય ભાષામાં પ્રસ્તુત કર્યો છે.
સાહિત્યક-મૂલ્યાંકન
--
કોઈપણ ગ્રંથના પ્રતિપાધ વિષયને અનુરૂપ ભાવ–ભાષાશૈલીનો ઉપયોગ
39