________________
પરિશિષ્ટ-૨વાર્તાઓ :
૨૭૯ |
હતી. તેથી અનેક રાજા-મહારાજાઓએ રૂધિર રાજા પાસે તેની યાચના કરી હતી. રાજા ખૂબ વિચારમાં પડી ગયા કે કન્યાના વિવાહ કોની સાથે કરવા ? અંતે તેણે રોહિણીના માટે યોગ્ય વરને શોધવા માટે સ્વયંવર રચવાનો નિર્ણય કર્યો. રોહિણી તો પહેલેથી જ વસુદેવજીના ગુણો પર મુગ્ધ હતી. વસુદેવજી પણ રોહિણીને ચાહતા હતા. વસુદેવજી તે દિવસોમાં ગુપ્તરૂપે દેશાટન કરી રહ્યા હતા. રાજા રૂધિર તરફથી જરાસંધ આદિ બધા રાજાઓને સ્વયંવરની આમંત્રણ પત્રિકા પહોંચી ગઈ હતી. જરાસંધ આદિ અનેક રાજા સ્વયંવરમાં ઉપસ્થિત થયા. વસુદેવજી પણ સ્વયંવરના સમાચાર મળતાં ત્યાં આવ્યા. વસુદેવજીએ જોયું કે આ મોટા-મોટા રાજાઓની પાસે બેસવાથી મારા મનોરથમાં વિદન પડશે. તેઓ મૃદંગ વગાડનારાની વચ્ચે તેવો જ વેશ બનાવીને બેઠા. વસુદેવજી મૃદંગ વગાડવામાં ઘણા નિપુણ હતા. તેઓ મૃદંગ વગાડવા લાગ્યા. નિયત સમયે સ્વયંવરનું કાર્ય પ્રારંભ થયું. જ્યોતિષી દ્વારા શુભ મુહૂર્તની સૂચના મળતા જ રૂધિરે રોહિણીનો સ્વયંવર મંડપમાં પ્રવેશ કરાવ્યો. રૂપ રૂપના અંબાર સમી રોહિણીએ પોતાની હંસગામિની ગતિ તેમજ નૂપુરના ઝંકારથી તમામ રાજાઓને આકર્ષિત કરી લીધા. સહુ એક નજરે તેને જોતા હતા. રોહિણી ધીરે, ધીરે પોતાની દાસીની પાછળ પાછળ ચાલી રહી હતી. બધા રાજાઓના ગુણો અને તેની વિશેષતાઓથી પરિચિત દાસી ક્રમશઃ પ્રત્યેક રાજાની પાસે જઈને તેમના નામ, દેશ, ઐશ્વર્ય, ગુણ અને વિશેષતાઓનું સ્પષ્ટ વર્ણન કરતી જતી હતી. આ રીતે દાસી દ્વારા સમુદ્રવિજય, જરાસંધ આદિ તમામ રાજાઓનો પરિચય મેળવ્યો. રોહીણીએ કોઈનો સ્વીકાર ન કર્યો. તે ક્રમશઃ આગળ વધતી હતી. તેને આગળ વધતી જોઈ વસુદેવજીએ હર્ષિત થઈ મૃદંગના સૂરમાં જ પોતાના મનોભાવ વ્યક્ત કર્યા.
રોહિણી મૃદંગવાદકના વેશમાં રહેલા વસુદેવના આશયને સમજીને અત્યંત પ્રસન્ન થઈ ગઈ. તુરત જ વસુદેવજી પાસે જઈને તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી.
એક સાધારણ મૃદંગ વાદકના ગળામાં વરમાળા નાખતી જોઈને બધા રાજા, રાજકુમાર વિક્ષુબ્ધ થઈ ગયા. આખા સ્વયંવર મંડપમાં કોલાહલ થઈ ગયો. સહુ બૂમો પાડવા લાગ્યા. "અરેરે..! અનર્થ થઈ ગયો ! આ કન્યાએ કુળની રીતિ-નીતિ પર પાણી ફેરવી દીધું. તેણે આવા તેજસ્વી, સુંદર અને પરાક્રમી રાજકુમારોને છોડીને અને ન્યાય મર્યાદાને તોડીને એક નીચ વાદકના ગળામાં વરમાળા નાખી ! જો તેનો વાદકની સાથે અનુચિત સંબંધ અથવા ગુપ્ત પ્રેમ હતો તો રાજા રૂધિરે સ્વયંવર રચાવી ક્ષત્રિયકુમારોને આમંત્રિત કરવાનું નાટક કેમ કર્યું? આ તો અમારું હળહળતું અપમાન છે." આ પ્રકારના અનેક આક્ષેપ -વિક્ષેપોથી તેઓએ રાજાને પરેશાન કરી દીધા. રાજા રૂધિર વિમૂઢ અને આશ્ચર્યચકિત થઈને વિચારવા લાગ્યા કે વિચારશીલ, નીતિનિપુણ અને પવિત્ર વિચારોવાળી હોવા છતાં પણ રોહિણીએ આ બધા રાજાઓને છોડીને એક નીચ વ્યક્તિનું વરણ કેમ કર્યું? રોહિણી આવું અજ્ઞાન પૂર્ણ કૃત્ય ન કરી શકે. આ અનર્થ કેમ થયો? પોતાના પિતાને ચિંતિત અવસ્થામાં જોઈને રોહિણીએ વિચાર્યું કે "હું લજ્જા છોડીને પિતાજીને તેમનો(પોતાના પતિનો) પરિચય કેવી રીતે આપું?" વસુદેવજીએ પોતાની પ્રિયાના મનોભાવ જાણી લીધા. આ બાજુ જ્યારે બધા રાજા ક્રોધિત થઈને પોતાની સેના સહિત વસુદેવજી સાથે યુદ્ધ કરવાને માટે તૈયાર થઈ ગયા, ત્યારે વસુદેવજીએ બધાને યુદ્ધ માટે આહ્વાન આપ્યું.
" ક્ષત્રિયવીરો! શું આપની વીરતા તેમાં છે કે આપ સ્વયંવર મર્યાદાનો ભંગ કરી અનીતિપથનું