________________
૨૭૮ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
સમજાવી તેમજ પ્રયોગ કરવાની વિધિ પણ બતાવી. પરંતુ સ્ત્રી જાતિ અને તેમાં પણ દાસી તેથી ગોળીના સદુપયોગની વાત ક્યાંથી સૂઝે? દાસીએ વિચાર્યું કે એક ગોળી ખાઉં અને હું સ્વરૂપવાન બની જાઉં, ત્યારથી તે સુવર્ણટિકા તરીકે પ્રસિદ્ધ થઈ. એક દિવસ તેને વિચાર આવ્યો કે હું સ્વરૂપવાન તો બની પરંતુ પતિ વિનાનું સ્ત્રીનું રૂપ શું કામનું? કોને પતિ બનાવું? રાજાને તો પતિ બનાવાય નહીં કારણ કે તે વૃદ્ધ છે અને મારા માટે પિતાતુલ્ય છે. કોઈ નવયુવકને શોધવો જોઈએ. વિચારતાં વિચારતાં તેની દષ્ટિમાં ઉજ્જયિનીના રાજા ચંદ્રપ્રદ્યોત આવ્યા. તેણે મનમાં ચંદ્રપ્રદ્યોતનું ચિંતન કરીને બીજી ગોળી ગળી. ગોળીના અધિષ્ઠાતા દેવના પ્રભાવથી ઉજ્જયિની-નૃપ ચંદ્રપ્રદ્યોતને સ્વપ્નમાં દાસીના દર્શન થયા. ફળ સ્વરૂપે સુવર્ણગુટિકાને મળવા માટે તે આતુર થઈ ગયા. તે શીધ્ર ગંધગજ નામના ઉત્તમ હાથી પર સવાર થઈને વીતભય નગરમાં પહોંચ્યા. સુવર્ણગુટિકા તો તેને મળવાને માટે પહેલેથી જ તૈયાર બેઠી હતી. ચંદ્રપ્રદ્યોતના કહેવાથી તે તેની સાથે નીકળી ગઈ.
પ્રાતઃકાળે રાજા ઉદાયન ઊઠયા અને નિત્ય-નિયમાનુસાર અશ્વશાળા આદિનું નિરીક્ષણ કરતા કરતા હસ્તિશાળામાં આવી પહોંચ્યા. ત્યાં બધા હાથીઓનો મદ સુકાયેલો જોઈને તે આશ્ચર્યમાં પડી ગયા. તપાસ કરતાં કરતાં રાજાને ગજરત્નના મૂત્રની ગંધ આવી ગઈ. રાજાએ તરત જ જાણી લીધું કે અહીં ગંધહસ્તી આવ્યો છે. તે ગંધથી જ હાથીઓનો મદ સુકાઈ ગયો છે. આવો ગંધહતિ ચંદ્રપ્રદ્યોત સિવાય બીજા કોઈ પાસે નથી. તેમજ રાજાએ તે પણ સાંભળ્યું કે સુવર્ણગુટિકા દાસી પણ ગાયબ છે. અતઃ રાજાને ખાતરી થઈ ગઈ કે ચંદ્રપ્રદ્યોત રાજા જ દાસીને ભગાવી લઈ ગયો છે. રાજા ઉદાયને ક્રોધિત થઈને ઉજ્જયિનિ પર ચઢાઈ કરવાનો વિચાર કરી લીધો. પરંતુ મંત્રીઓએ સમજાવ્યું-"મહારાજ! ચંદ્રપ્રદ્યોત કોઈ સાધારણ રાજા નથી. તે ઘણો બહાદુર અને તેજસ્વી છે. એક દાસીને માટે તેની શત્રુતા કરવી બુદ્ધિમત્તા નથી ! પરંતુ રાજા તેઓની વાતોમાં સંમત ન થયા અને ચઢાઈ કરવા માટે તૈયાર થઈ ગયા. રાજાએ કહ્યું-"અન્યાયી, અત્યાચારી અને ઉદંડને દંડ દેવો મારું કર્તવ્ય છે. અંતે નિશ્ચય થયો કે ' દસ મિત્ર રાજાઓને સૈન્ય સાથે લઈને ઉજ્જયિની પર ચઢાઈ કરવી. એમ જ થયું. પોત પોતાની સેના લઈને દસ રાજા ઉદાયન ગૃપના દળમાં શામિલ થયા. અંતે મહારાજ ઉદાયને ઉજ્જયિની પર આક્રમણ કર્યું. ચંદ્રપ્રદ્યોત આ સમાચાર સાંભળીને વિશાળ સેના લઈને યુદ્ધ કરવા માટે મેદાનમાં આવી ગયા. બંને વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. રાજા ચંદ્રપ્રદ્યોતનો ગંધહસ્તી તીવ્ર ગતિથી મંડલાકારે ફરતો હતો. તેના પ્રભાવે શત્રુસેનાના હાથીઓમાં દોડાદોડ થઈ ગઈ. ચારે બાજુ કોલાહલ અને કારમો કલ્પાંત હતો. ત્યાં ઉદાયને ગંધહસ્તીના પગમાં બાણ માર્યું, તે ઘાયલ થયો. હાથી ત્યાં જ ધરાશાયી થયો. તેની સાથે ચંદ્રપ્રદ્યોત પણ નીચે પડ્યો. શત્રુસેનાએ તેને જીવતો પકડી લીધો. રાજા ઉદાયને તેના લલાટ પર "દાસીપતિ" શબ્દ અંકિત કરી તેને છોડી દીધો. આ રીતે સુવર્ણગુટિકાને માટે પણ ઘોર સંગ્રામ થયો.
રોહિણી :
- આરિષ્ટપુરમાં રૂધિર નામક રાજા રાજ્ય કરતા હતા, તેની રાણીનું નામ સુમિત્રા હતું. તેની એક પુત્રી હતી. તેનું નામ હતું રોહિણી. રોહિણી અત્યંત રૂપવતી હતી.તેના સૌંદર્યની વાત સર્વત્ર ફેલાઈ ગઈ