________________
પરિશિષ્ટ-ર વાર્તાઓ
૨૭૭ ]
રક્તસુભદ્રા :
સુભદ્રા શ્રીકૃષ્ણની બહેન હતી. તે પાંડુપુત્ર અર્જુન પ્રતિ રક્ત–આસક્ત હતી. તેથી તેનું નામ "રક્તસુભદ્રા" પડી ગયું. એક દિવસ તે અત્યંત મુગ્ધ થઈને અર્જુનની પાસે ચાલી આવી. શ્રીકૃષ્ણને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે સુભદ્રાને પાછી લાવવા માટે સેના મોકલી. સેનાને યુદ્ધ માટે આવતી જોઈને અર્જુન વિવેકમૂઢ થઈને વિચારવા લાગ્યો- શ્રીકૃષ્ણની સાથે યુદ્ધ કેમ કરું? તેઓ મારા આત્મીયજન છે અને યુદ્ધ ન કરું તો સુભદ્રાની સાથે થયેલ પ્રેમબંધન તૂટી જશે. આ રીતે દ્વિધામાં પડેલ અર્જુનને સુભદ્રાએ ક્ષત્રિયોચિત કર્તવ્યના માટે પ્રોત્સાહિત કર્યો. અર્જુને પોતાનું ગાંડીવ ધનુષ ઉઠાવ્યું અને શ્રીકૃષ્ણની સેના સાથે યુદ્ધ માટે તૈયાર થઈ ગયો. અર્જુનના અમોઘ બાણોથી શ્રીકૃષ્ણની સેનામાં હાહાકાર મચી ગયો. અંતે અર્જુનનો વિજય થયો અને સુભદ્રાએ અર્જુનના ગળામાં વરમાળા પહેરાવી દીધી. બંને આનંદથી ગૃહસ્થજીવન વ્યતીત કરવા લાગ્યા. રક્તસુભદ્રાને પ્રાપ્ત કરવાને માટે અર્જુને શ્રીકૃષ્ણ જેવા આત્મીયજનના વિરુદ્ધમાં પણ યુદ્ધ કર્યું.
અહિનિકા :
અહિન્નિકાની કથા અપ્રસિદ્ધ હોવાથી તેના પર પ્રકાશ પાડવો અશક્ય છે. ઘણા લોકો અહિત્રિકાએ પદના બદલે "અહિલિયાએ " માને છે. તેનો અર્થ થાય છે– અહિલ્યાને માટે થયેલો સંગ્રામ. જો આ અર્થ હોય તો વૈષ્ણવ રામાયણમાં ઉક્ત 'અહિલ્યા' ની કથા આ પ્રમાણે છે. અહિલ્યા ગૌતમૠષિની પત્ની હતી. તે સુંદર અને ધર્મપરાયણ સ્ત્રી હતી. ઈન્દ્ર તેનું રૂપ જોઈને મોહિત થઈ ગયા. એક દિવસ ગૌતમ ઋષિ બહાર ગયા હતા. ઈન્દ્ર તક ઓળખીને ગૌતમ ઋષિનું રૂપ બનાવ્યું અને છલપૂર્વક અહિલ્યાની પાસે પહોંચીને સંયોગની ઈચ્છા પ્રગટ કરી. નિર્દોષ અહિલ્યાએ પોતાનો પતિ જાણીને કોઈ આનાકાની ન કરી. ઈન્દ્ર અનાચાર સેવન કરી ચાલ્યો ગયો. જ્યારે ગૌતમૠષિ આવ્યા ત્યારે તેમને આ વૃતાંતની ખબર પડી. તેણે ઈન્દ્રને શ્રાપ આપ્યો કે 'તારા શરીરમાં એક હજાર છિદ્ર થાય.' તેવું જ થયું. ત્યાર પછી ઈન્દ્ર ઋષિની વારંવાર સ્તુતિ કરી, તેના પ્રભાવે ઋષિએ તે ભાગોના સ્થાને એકહજાર નેત્ર બનાવ્યા. પરંતુ અહિલ્યા પત્થરની જેમ નિશ્વેષ્ટ થઈને તપસ્યામા લીન થઈ ગઈ. તે એકજ જગ્યાએ ગુમસુમ થઈને પડી રહેતી. એકવાર શ્રી રામ વિચરણ કરતાં કરતાં આશ્રમની પાસેથી પસાર થયા તો તેમના ચરણોનો સ્પર્શ થતા જ તે જાગ્રત થઈ ઊભી થઈ. ઋષિએ પણ પ્રસન્ન થઈ તેને પુનઃ અપનાવી લીધી.
સુવર્ણ ગુટિકા :
સિધુ-સૌવીર દેશમાં વિતભય નામે એક નગર હતું. ત્યાં ઉદયન રાજા રાજ્ય કરતા હતા. તેની મહારાણીનું નામ પદ્માવતી હતું. તેને દેવદત્તા નામે એક દાસી હતી. એકવાર દેશ દેશાંતરમાં ભ્રમણ કરતા એક પરદેશી યાત્રી તે નગરમાં આવી પહોંચ્યો. રાજાએ તેને મંદિરની પાસે ધર્મસ્થાનમાં ઉતાર્યો. કર્મના ઉદયે તે ત્યાં રોગગ્રસ્ત થઈ ગયો. રૂણાવસ્થામાં આ દાસીએ તેની ખૂબ સેવા કરી. તેના ફળ સ્વરૂપે યાત્રિકે પ્રસન્ન થઈને આ દાસીને સર્વ કામના પૂર્ણ કરવા માટે ૧૦૦ ગોળીઓ આપી અને તેની મહત્તા