________________
પરિશિષ્ટ-૨/વાર્તાઓ _
| ૨૭૩ ]
નારદજી બોલ્યા-" જનાર્દન! ઘાતકીખંડમાં અમરકંકા નામે રાજધાની છે. ત્યાંના રાજા પદ્મનાભના ક્રીડોદ્યાનના મહેલમાં મેં દ્રૌપદી જેવી એક સ્ત્રીને જોઈ હતી."
નારદજી દ્વારા દ્રૌપદીના ખબર મળતાં જ શ્રીકૃષ્ણજી પાંચેય પાંડવોને સાથે લઈને અમરકંકા તરફ રવાના થયા. રસ્તામાં લવણસમુદ્ર હતો. જેને પસાર કરવો તેમને માટે શક્ય ન હતો. ત્યારે શ્રીકૃષ્ણ ત્રણ ઉપવાસ કરીને લવણસમુદ્રના અધિષ્ઠાદાયક દેવની આરાધના કરી. દેવ પ્રસન્ન થઈ શ્રીકૃષ્ણની સામે ઉપસ્થિત થયા. શ્રીકૃષ્ણજીના કથનાનુસાર સમુદ્રમાં તેણે રસ્તો બનાવી દીધો. ફળ સ્વરૂપે શ્રીકૃષ્ણ અને પાંચે પાંડવો અમરકંકા નગરીમાં પહોંચ્યા અને એક ઉદ્યાનમાં રોકાઈને પોતાના સારથી દ્વારા પદ્મનાભને સૂચિત કર્યો.
પદ્મનાભ પોતાની સેના લઈને યુદ્ધ માટે આવી પહોંચ્યો. બંને વચ્ચેના તુમુલ યુદ્ધમાં પદ્મનાભે પાંડવોને પરાસ્ત કર્યા ત્યારે શ્રીકૃષ્ણ સ્વયં યુદ્ધના મેદાનમાં આવ્યા અને તેમણે પોતાનો પંચજન્ય શંખ વગાડયો. પંચજન્યનો ભીષણ નાદ સાંભળીને પદ્મનાભની ત્રીજા ભાગની સેના તો ભાગી ગઈ, એક તૃતીયાંશ સેનાને તેમણે સારંગ-ગાંડીવ ધનુષની પ્રત્યંચાની ટંકારથી મૂચ્છિત કરી દીધી અને બાકીની સેના અને પદ્મનાભ પોતાના પ્રાણ બચાવવાને માટે દુર્ગમાં ઘુસી ગયા. શ્રીકૃષ્ણે નરસિંહનું રૂપ લીધું અને નગરીનું દ્વાર, કોટ અને અટારીઓને પોતાના પંજાના મારથી ભૂમિસાત કરી દીધાં, મોટા-મોટા વિશાળ ભવનો અને મહેલોના શિખર પાડી નાખ્યા. આખી નગરીમાં હાહાકાર થઈ ગયો, પદ્મનાભ રાજા ભયથી કાંપવા લાગ્યા અને શ્રીકૃષ્ણનું શરણ સ્વીકારી આદર પૂર્વક દ્રૌપદી તેમને સોંપી. શ્રીકૃષ્ણ તેને ક્ષમા આપી અને અભયદાન આપ્યું.
ત્યાર પછી શ્રીકૃષ્ણ, દ્રૌપદી અને પાંચે ય પાંડવોને લઈને જયધ્વનિ તેમજ આનંદોલ્લાસની સાથે દ્વારકા પહોંચ્યા.
આ રીતે રાજા પદ્મનાભની કામવાસના–મૈથુન સંજ્ઞાને કારણે મહાભારતના સમયમાં દ્રોપદીને કારણે ભયંકર સંગ્રામ થયો.
કમણી :
કુંઠિનપુર નગરીના રાજા ભીષ્મના બે સંતાન હતા. એક પુત્ર અને એક પુત્રી. પુત્રનું નામ કમી હતું અને પુત્રીનું નામ રુક્ષ્મણી હતું.
એક દિવસ ફરતાં ફરતાં નારદજી દ્વારકા પહોંચ્યા અને શ્રીકૃષ્ણની રાજસભામાં પ્રવિષ્ટ થયા. શ્રીકૃષ્ણ તેમને પ્રણામ કરીને વિનય પૂર્વક આસન પર બેસાડ્યા. નારદજીએ કુશળ મંગળ પૂછીને શ્રીકૃષ્ણના અંતઃપુરમાં ગમન કર્યું. ત્યાં સત્યભામા પોતાના ગૃહકાર્યમાં વ્યસ્ત હતી. અતઃ તે નારદજીનું સ્વાગત કરી શકી નહીં. નારદજીને અપમાન લાગ્યું અને ગુસ્સામાં તેમણે પ્રતિજ્ઞા કરી કે- આ સત્યભામાની શોક લાવીને હું મારા અપમાનનો બદલો લઈશ.