________________
૨૭૪ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર
તત્કાળ તે ત્યાંથી રવાના થયા અને ડિનપુરના રાજા ભીષ્મની સભામાં પહોંચ્યા. રાજા ભીષ્મ અને તેમના પુત્ર રુક્ષ્મીએ તેમનું સન્માન કર્યું. સભામાં થોડી વાત કરી નારદજી અંતઃપુરમાં પહોંચ્યા. રાણીઓએ તેમનો સવિનય સત્કાર કર્યો. રુક્ષ્મણીએ પણ તેમના ચરણોમાં પ્રણામ કર્યા. નારદજીએ તેને આશીર્વાદ આપ્યા-કૃષ્ણની પટરાણી થજો ! આ સાંભળી રુક્મણીના ફૈબાએ આશ્ચર્યથી પૂછયું– મુનિવર! આપે આને આ આશીર્વાદ કેવી રીતે આપ્યા? અને કૃષ્ણ કોણ છે? તેનામાં કયા-કયા ગુણ છે? આ રીતે પૂછતા નારદજીએ શ્રીકૃષ્ણના વૈભવ અને ગુણોનું વર્ણન કરીને રુક્મણીના મનમાં કૃષ્ણ પ્રતિ અનુરાગ પેદા કર્યો. ત્યાર પછી નારદજીએ એક પટ ઉપર રુક્ષ્મણીનું સુંદર ચિત્ર બનાવ્યું અને શ્રીકૃષ્ણને બતાવ્યું. ચિત્ર એટલું જીવંત હતું કે શ્રીકૃષ્ણ તેને જોઈને જ ભાવવિભોર થઈ ગયા અને રુક્ષ્મણી પ્રતિ તેમને આકર્ષણ થયું. તેઓ પૂછવા લાગ્યા- નારદજી ! આ કોઈ દેવી છે, કિન્નરી છે કે માનુષી છે? જો આ માનુષી છે તો જેને તેના કરસ્પર્શનો અધિકાર પ્રાપ્ત થશે તે પુરુષ ધન્ય છે.
નારદજી હસીને બોલ્યા-"કૃષ્ણ ! તે ધન્ય પુરુષ તો તમે જ છો." નારદજીએ રાજા ભીષ્મને સર્વ વૃતાંત કહ્યો. તદત્તર શ્રી કૃષ્ણ રાજા ભીષ્મ પાસે રુક્ષ્મણી માટે યાચના કરી રાજા ભીષ્મ તો સંમત થયા પરંતુ રુક્ષ્મીકુમાર સંમત ન થયો. તેણે ઈન્કાર કરી દીધો કે હું તો શિશુપાલને માટે મારી બહેનને દેવાનો સંકલ્પ કરી ચૂક્યો છું. રમીએ શ્રીકૃષ્ણના નિવેદન ઉપર કોઈ ધ્યાન આપ્યું નહિ અને માતા-પિતાની અનુમતિની પણ પરવાહ કરી નહીં. તેણે સ્વચ્છંદ બુદ્ધિથી રાજકુમાર શિશુપાલની સાથે પોતાની બહેન રુક્મણીના વિવાહનો નિશ્ચય કરી લીધો. શિશુપાલ પણ મોટી જાન લઈને વિવાહને માટે કુંડિનપુર આવવા નીકળ્યો. કુડિનપુર પહોંચી નગરની બહાર તે એક ઉદ્યાનમાં રોકાયો. રુક્મણી તો શ્રીકૃષ્ણને મનથી વરી ચૂકી હતી. તેથી પોતાના મનોભાવ શ્રીકૃષ્ણને જણાવ્યા કે રુક્મણીને માટે આ સમયે તમારા સિવાય કોઈ શરણ નથી. તે તમારા પ્રત્યે અનુરક્ત છે અને હંમેશાં તમારું જ ધ્યાન કરે છે. તેણે સંકલ્પ કરી લીધો છે કે કૃષ્ણ સિવાય સંસારના સર્વ પુરુષ મારા માટે પિતા અથવા તો ભાઈ સમાન છે. અતઃ તમે જ એકમાત્ર પ્રાણનાથ છો. જો તમે સમયસર આવવાની કૃપા નહીં કરો તો રુક્ષ્મણીને આ સંસારમાં જોશો નહીં અને એક નિરપરાધ અબળાની હત્યાનો અપરાધ આપના નિમિત્તે થશે. અતઃ આ સમાચાર મળતા જ પ્રસ્થાન કરીને નિશ્ચિત સમય પહેલા જ રુક્મણીને દર્શન આપો. આ રીતે પવનવેગી દૂત દ્વારા આ સમાચાર મળતાં જ શ્રીકૃષ્ણને હર્ષથી રોમાંચ થયો અને ક્રોધથી તેમની ભૂજાઓ ફરકી ઊઠી. તેઓ બલદેવને લઈને તરત જ કુંડિનપુર પહોંચ્યા. ત્યાં નગરની બહાર ગુપ્ત રૂપમાં તેઓ એક બગીચામાં રોકાયા. તેમણે પોતાના આવ્યાની અને સ્થાનની સૂચના ગુપ્તચર દ્વારા રુક્ષ્મણી અને તેની ફૈબાને આપી. તે બંને આ સૂચના મેળવી અતિ હર્ષિત થયા.
રુક્મણીના વિવાહમાં કોઈ વિદન પેદા ન થાય તે માટે રુકમી અને શિશુપાલે નગરના ચારે બાજુના દરવાજા ઉપર કડક પહેરો રાખ્યો હતો પરંતુ થવાનું કાંઈ બીજું જ હતું.
રુક્મણીના ફૈબા દ્વારા પૂર્વાયોજિત યોજનાનુસાર યોગ્ય સમયે પૂજાની સામગ્રીથી સુસજ્જિત થાળી લઈને મંગલગીત ગાતી રુક્ષ્મણી પોતાની સખીઓની સાથે મહેલમાંથી નીકળી. નગરના દ્વાર પર રાજા શિશુપાલના પહેરેદારોએ તેમને રોક્યા અને કહ્યું કે ઊભા રહો ! રાજાની આજ્ઞા છે કે કોઈને બહાર