________________
પહોંચે અને વેશમાત્ર ન રહી જાય, આત્મદેશમાં પ્રવેશ કરી સ્વદેશમાં પાછા ફરી જીવનનું વ્યાકરણ પ્રગટાવી, મોક્ષ મંઝીલ તરફ આગેકૂચ કરે તેવા આશીર્વાદ.
પ્રોફેસર શ્રમણોપાસક શ્રી મુકુંદભાઈ, ભાવથી સેવા આપનાર શ્રી ધીરુભાઈ, પ્રિન્ટ કરી પ્રકાશિત કરનાર નેહલભાઈ, શ્રુતજ્ઞાનાધાર બનનારા દાતાઓ, પ્રકાશિત કરનાર પ્રકાશન સમિતિના સભ્યો, આ કાર્યમાં પૂર્ણ સમર્પિત ભાવે ઉત્સાહ સાથે જોડાયેલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠ વગેરે; આ દરેક સહયોગીઓના પુરુષાર્થનું બહુમાન કરી તેઓ પ્રશ્નના ઉત્તર મેળવી સિદ્ધદશા વરવા યોગ્ય બને તેવી ભાવના.
આગમ અવગાહનમાં ઓછું અધિક થયું હોય તો મિચ્છામિ દુક્કડં,
બોધિબીજ દીક્ષા—શિક્ષા દોરે બાંધી, "મુક્ત-લીલમ"તણા તારક થયા, એવા ગુરુણી "ઉજમફૂલ—અંબામાતા" ને વંદન કરું ભાવ ભર્યા; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગું પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું વિજ્ઞાપના.
—આર્યા મુક્ત–લીલમ.
26