________________
૩પન્નઃ વા, વિરાફ વા, ધૂવે વા | શ્રોતા આ ત્રણ ઉપાય સાંભળી તેનો ઉપચાર કરે છે. વીતરાગ વૈદ્ય ભવરોગનો સંપૂર્ણ નાશ કરવા બાર ઔષધનું નિર્માણ કરે છે. તેને દ્વાદશાંગી કહેવાય છે. તેના નિર્માતાને ગણધર કહેવાય છે. આ રીતે આગમ આવે છે. આપ્ત વીતરાગ અનંતજ્ઞાની તીર્થંકર પરમાત્મા પાસેથી તેને ઝીલનાર ગણધર પાસેથી પરંપરાએ અંતરમાં વાસ કરી જેઓ તરી ગયા તેઓ પાસેથી આવતાં આવતાં આપણી પાસે બહુ થોડું જાજું આવ્યું અને આજે આપણે ભવરોગ મટાડવા આવા અમૂલ્ય આગમોને ગુરુ પ્રાણ જન્મ શતાબ્દીના નિમિત્તે ગુજરાતી રૂપમાં ઢાળીને પ્રસ્તુત કરી રહ્યા છીએ. આ છે દસમું અંગ પ્રશ્નવ્યાકરણ સૂત્ર. જેમાં જ્ઞાનીએ અનેક પ્રશ્ન કર્યા છે, તેના ઉત્તરો છે. ઘણા વગર પ્રશ્ન ઉત્તર મળ્યા છે, તો કેટલાક પ્રશ્ન અપ્રશ્નના ઉત્તરો છે. વ્યાકરણ = જવાબ આપવો. વાગોળીને ઉત્તર આપે તેને વ્યાકરણ કહેવાય છે. પહેલા તો તેમાં ઘણી બધી વિદ્યાઓ, અનેક વસ્તુઓ, દ્રવ્ય, ગુણ, પર્યાયના ભાવો ભર્યા હતા. હવે તો માત્ર કર્મબંધનના આશ્રવના સ્થાનો અને સંવરના સ્થાનો બતાવી કેટલાક કથાનકો કહેલા છે.
આ આગમ અમારી પ્રશિષ્યા સુનિતાજીએ અનુવાદ કરીને પ્રસ્તુત કર્યું છે. મેં તેનું અવગાહન કર્યું છે. કાયાથી, વચનથી અને મનથી જીવ પ્રચુર પાપકર્મ ઉપાર્જન કરે છે. તે દ્વારા બતાવ્યા છે. પાપના કાર્યો કેવા હોય અને તેને કેમ રોકી શકાય તે માર્ગ જેમાં પૂર્ણ રીતે બતાવ્યો છે. ખૂબ ઊંડાણથી અભ્યાસ કરનારને એક વખત ચિત્કાર થયા વિના ન રહે, તે જરૂરી પાછો વળે. પાછો ફરેલો આત્મા કેટલા સુખનો અનુભવ કરે છે, તે કેમ કરાય, તેના ભરચક ઉપાયો બતાવ્યા છે. તેને જ્ઞાની પુરુષો સંવર કહે છે. આ બધા સંવરદ્વાર અપનાવનાર ચોક્કસ તરી જાય છે. તેવી વાતોનું આલેખન છે જેમાં, તેનું નામ છે પ્રશ્નવ્યાકરણ.
તેની સજાવટ કરનાર છે ગીતાર્થ મુનિરાજ શ્રી ત્રિલોકમુનિજી. તેઓનું બહુમાન પૂર્વક શુશ્રુષા કરી અભિવાદન સહિત વંદન કરું છું તેમજ મારા નાના બંને મહાસતીજી સાધ્વી આરતી અને સાધ્વી સુબોધિકાએ મારા સંપાદન કાર્યમાં પૂર્ણ સહયોગ આપ્યો છે, પોતાના ક્ષયોપશમનો સ્વાધ્યાયમાં સદુપયોગ કર્યો છે તેનો મને આનંદ છે તથા આગમ અવગાહનમાં જે સાધ્વીઓ સહાયક બની છે તેઓ સ્તુત્ય પુરુષાર્થ સદા કરતા રહે તેવી શુભેચ્છા પાઠવું છું અને આર્યા સુનિતાજી ! તમારી સાધક દશા ઊંડાણ સુધી
25