________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
પ્રિય પાઠક,
આ દુનિયા અનેક જાતની અજાયબીઓનો ભંડાર છે. તેમાં અનંત પ્રપંચના મંચ રચાય છે, વિખેરાય છે. મંચ ઉપર બહુરૂપીના ખેલ ખેલાય છે તે નાટક દુઃખાંત અને સુખાંત હોય છે. આ નાટકનો નેતા જે છે તે જ જીવ છે. આવી અનંત જીવરાશિ છે. તેના ભિન્ન ભિન્ન ભેદ પડે છે. કોઈ ઔષધી રૂપમાં ઉત્પન્ન થાય છે તો કોઈ બીમારીના રૂપમાં ઉત્પન્ન થાય છે. કોઈ હારે છે તો કોઈ જીતે છે. ન જાણે આ જીવે હાર-જીતના કેટ કેટલા દાવ ખેલ્યા હશે? એક બીજાને સહાયક બન્યા હશે કે બાધક બન્યા હશે? તે અંગે પ્રશ્નોની અનેક હારમાળા ઉત્પન્ન થાય છે, તેનું સમાધાન તો જ્ઞાની જ કરી શકે છે. જ્ઞાની તેને કહેવાય કે જેમણે દુનિયા ડહોળી હોય, તેમની અજાયબીમાં જ અજાણપણે કૂદી પડી ડૂબકી લગાવી હોય, તે ડૂબકીમાં જ જાણપણું લાધ્યું હોય. તે જાણપણામાં યથાર્થ માર્ગ મેળવીને વૈયાકરણ કર્યું હોય, તેઓને જ આખરમાં અપૂર્વમાર્ગ પ્રાપ્ત થાય. એટલે કે ઓઘાદિ સંજ્ઞામાંથી બહાર નીકળી સંજ્ઞાન = સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરી અહંતા કેળ વવાના માર્ગ ઉપર આવીને સ્થિત થાય. હું કોણ છું? તેવા પ્રશ્ન અંગૂષ્ઠથી લઈને છેક પોતાના શરીર સાથે કરતાં કરતાં પ્રશ્ન કરનારનું આલિંગન કરે છે. તે સ્થિરાદષ્ટિમાં પ્રવેશ કરી સ્થિર બની જાય છે અર્થાત્ સમ્યગુદષ્ટિ બને છે. આવી અહંતા કેળવતાં અદ્ભુત આનંદ પ્રાપ્ત કરતાં શ્રેણિ માંડી સ્વયંને પૂર્ણ શુદ્ધ, બુદ્ધ રૂપમાં અનંત આનંદને પ્રાપ્ત કરે છે. તેને અરિહંત કહેવાય છે. તે સંપૂર્ણ લોકાલોકનું સ્વરૂપ જ્ઞાતાપણે જાણે છે, અનુભવે છે. આ બધો પ્રપંચ છ દ્રવ્યની પર્યાયોમાંથી રચાયો છે. તેમ લોકોને કથન કરી, કરુણા વરસાવી તરી જવાના ઉપાયો બતાવે છે. તે ઉપાયો ગ્રહણ કરવા માટે ભવરોગથી પીડાતો આત્મા આવે છે. સંસારનો આપઘાત કરવા ત્રણ નિષદ્યા દ્વારા પ્રશ્ન કરે છે. અંતે ! તત્ત વિ ? તત્ત્વ શું છે? તે વીતરાગ વૈદ્ય ત્રણ ઉપચાર બતાવે છે.