________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા પ્રત્યેક સંસારી જીવને જન્મ-જીવન અને મૃત્યુનું ચક્ર અનાદિ કાળથી ચાલી રહ્યું છે. પ્રશ્ન થાય કે આ ચક્રને ગતિમાન કોણ કરે છે? અને કયા પરિબળો આ ચક્રની ગતિને અટકાવે છે? આ પ્રશ્નોના ઉત્તર દશમા અંગ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રમાંથી મળી જાય છે. જન્મ-મૃત્યુના ચક્રને ગતિમાન કરનાર આશ્રવતત્ત્વ છે અને સંવરતત્ત્વતેની ગતિને રોકે છે.
આશ્રવ એટલે કર્મોનું પ્રવેશ દ્વાર, કર્મોને આવવાનો માર્ગ. હિંસા, અસત્ય, ચોરી આદિ પાપની પ્રવૃત્તિ દ્વારા આત્મામાં સ્પંદન થાય અને સ્પંદિત થયેલા આત્મપ્રદેશો કાર્મણવર્ગણા પર હુમલો કરીને તેને ગ્રહણ કરે છે. ગ્રહણ થયેલી કાર્મણ વર્ગણા અને આત્મપ્રદેશો દૂધ અને પાણીની જેમ એકમેક થઈ જાય છે, તેને કર્મબંધ કહે છે. જે પરિણામોથી કર્મબંધ થયો હોય, તેના સંસ્કારો આત્મપ્રદેશો પર અંકિત થઈ જાય છે. કર્મ પરિપક્વ થઈબંધ સમયના સંસ્કાર અનુસાર પોતાનું ફળ આપે છે. કર્મ અનુસાર પુનર્જન્મ થાય છે. આ રીતે ચક્ર ગતિમાન થાય છે. જ્યારે આ ચક્રની ગતિને રોકવી હોય, ત્યારે સહુ પ્રથમ કર્મના પ્રવેશદ્વારને બંધ કરવા પડે છે, જેને શાસ્ત્રીય ભાષામાં સંવર કહે છે.
આ શાસ્ત્રમાં આશ્રવ અને સંવરના પાંચ-પાંચ ભેદનું વિસ્તૃત વર્ણન છે. તેમાં હિંસા આદિ પાંચ આશ્રવ, તેના કારણો, તેના દારૂણ પરિણામોનું હૃદયદ્રાવક ચિત્ર છે. જે સાધકોને આશ્રવનિરોધની પ્રેરણા આપે છે.
આશ્રવ અને સંવરનો વિષય જીવનની પ્રત્યેક ઘટનાથી સંબંધિત છે, તેથી શાસ્ત્ર સંપાદન સમયે આ વિષયને સરળતાથી વિસ્તારપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.
પ્રથમ આશ્રવદ્વાર-હિંસાના વર્ણનમાં શાસ્ત્રકારે હિંસાનું પ્રયોજન સ્પષ્ટ કર્યું છે. તેના વિવેચનમાં માંસાહારીનું મંતવ્ય, તેઓની મિથ્યા ધારણાનો ઉલ્લેખ કરી શાકાહારની શ્રેષ્ઠતાનું
27
ના