________________
[ ર૨૮ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
કરી લે. (૧૪) શૈક્ષ સાધુ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લઈ આવીને પહેલાં કોઈ શૈક્ષની સામે આલોચના કરે (વર્ણન કરે)પછી રત્નાધિક સામે આલોચના કરે. (૧૫) શૈક્ષ સાધુ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ લાવીને પહેલાં કોઈ શેક્ષને બતાવે પછી રત્નાધિકને બતાવે. (૧) શૈક્ષ સાધુ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર લાવીને પહેલાં કોઈ અન્ય શૈક્ષને આમંત્રણ આપે અને પછી રત્નાધિકને આમંત્રણ આપે. (૧૭) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુની સાથે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારને લાવીને રત્નાધિક સાધુને પૂછયા વિના બીજા કોઈને આપે. (૧૮) શૈક્ષ સાધુ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર લાવીને રત્નાધિક સાધુની સાથે ભોજન કરતાં જો ઉત્તમ ભોજન પદાર્થને જલ્દી જલ્દી મોટા કોળિયાથી ખાય. (૧૯) રત્નાધિક સાધુના કંઈક કહે ત્યારે શૈક્ષ સાધુ સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખે. (૨૦) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુને અસભ્યતા ભરેલા વચન કહે. (૨૧) રત્નાધિક સાધુના કંઈક કહે ત્યારે ' શું છે? ' એમ શૈક્ષ સાધુ રૂક્ષતાથી બોલે. (૨૨) શૈક્ષ રત્નાધિક સાધુને 'તું કારો' કરી બોલે અથવા બોલાવે. (૨૩) જેમ રત્નાધિક સાધુ શૈક્ષને કહે તેમ જ સામો બોલે, જેમ કે- આર્ય! તમે વંદન,પ્રતિલેખન સારી રીતે કરતા નથી. તો કહે 'તમેજ સારી રીતે કરતા નથી.' (૨૪) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુ ધર્મકથા કરતાં હોય ત્યારે 'જી હા ' એમ શબ્દોથી અનુમોદન ન કરે. (૨૫) રત્નાધિક સાધુ કથા કરતા હોય ત્યારે શૈક્ષ એમ કહે કે, 'તમને યાદ નથી'. (૨૬) રત્નાધિક સાધુ ધર્મકથા કરતા હોય ત્યારે શૈક્ષ સાધુ એમ કહે કે "હવે બસ કરો" એમ તે કથાને કાપી નાખે. (૨૭) રત્નાધિક સાધુ ધર્મકથા કરતા હોય ત્યારે શૈક્ષ પરિષદનું ભેદન કરે અર્થાત્ વિખેરી નાંખે. (૨૮)રત્નાધિક સાધુ ધર્મકથા કરે તે સમયે પરિષદ ઊભી ન થઈ હોય, ભંગ ન થઈ હોય, બુચ્છિન્ન ન થઈ હોય અને વિભક્ત ન થઈ હોય અર્થાતુ તેમજ વ્યવસ્થિત બેઠેલી હોય, તે સમયે શૈક્ષ તે પરિષદને બીજી વખત તે જ કથા કરે. (૨૯) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુની પથારી કે આસનને ઠોકર લગાવે અર્થાત પગ લગાડીને એમ ને એમ જ ચાલ્યો જાય; તેને હાથ લગાડી પોતાની ભૂલ સ્વીકારે નહીં, મિથ્યા દુષ્કૃત કરે નહીં. (૩૦) શૈક્ષ રત્નાધિક સાધુના આસન અથવા પથારીમાં બેસે અથવા ઊભો રહે અથવા સૂવે. (૩૧) (૩ર) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુથી ઊંચા સ્થાને બેસે અથવા સમાન આસન પર બેસે. (૩૩) રત્નાધિક સાધુ કંઈક કહે અને તેનો ઉત્તર શૈક્ષ ત્યાં બેઠાં બેઠાં આપે.