________________
શ્રુતસ્કંધ–૨/અધ્યયન-૫
૨૨૯
આ આશાતનાઓથી મોક્ષમાર્ગની વિરાધના થાય છે. તેથી દરેક સાધુ સાધ્વી માટે તે વર્જનીય છે.
મૂળ પાઠમાં તેત્રીસ આશાતના પછી 'સુરિંદા' શબ્દ, કેટલીક પ્રતોમાં છે અને કેટલીક પ્રતોમાં બત્રીસ યોગસંગ્રહ પછી આ શબ્દ છે પરંતુ બત્રીસમાં કે તેત્રીસમાં બોલમાં આ શબ્દ સંગત થતો નથી. સુરેન્દ્ર ચોસઠ છે. બત્રીસ કે તેત્રીસ થઈ શકતા નથી. વ્યાખ્યાઓમાં વાણવ્યંતરને છોડી બત્રીસ સુરેન્દ્ર અને એક નરેન્દ્ર ભેળવી તેત્રીસ સુરેન્દ્રો બતાવ્યા છે. આવશ્યક સૂત્રમાં આ તેત્રીસ બોલમાં સુરેન્દ્રનો પાઠ નથી તેથી પ્રસ્તુતમાં સુરેન્દ્રનો પાઠ રાખ્યો નથી. આ સૂત્રમાં સાતમા બોલ પછી સર્વ બોલોમાં એક એક બોલ
જ છે. માટે બત્રીસ તેત્રીસમાં પણ એક જ બોલ ઉચિત છે.
પ્રસ્તુત સૂત્રમાં અપરિગ્રહ મહાવ્રતરૂપ સંવરનું નિરૂપણ કરવા માટે સૂત્રકારે શ્રમણ નિગ્રંથોના આચારવિચારનું કથન કર્યું છે. શ્રમણો જ અપરિગ્રહ મહાવ્રતોનું પૂર્ણતયા પાલન કરી શકે છે. શ્રમણો સર્વ પ્રકારના આરંભ પરિગ્રહના ત્યાગી, મમત્વરહિત, કષાય સંવર અને ઈન્દ્રિય સંવરથી યુક્ત હોય છે.
પરિગ્રહ– પત્તિ-સમન્તાત્ પ્રાહ્યતે લીવર અનેન પરિગ્રહઃ । જેના વડે જીવ ચારે બાજુથી ગ્રાહ્ય–જકડાઈ જાય તેને પરિગ્રહ કહે છે અને અપરિગ્રહ એટલે પરિગ્રહનો ત્યાગ કરવો. તેના બે ભેદ છે. બાહ્ય પરિગ્રહ ત્યાગ અને આત્યંતર પરિગ્રહ ત્યાગ.
જે અપરિગ્રહ મહાવ્રતનું પાલન કરે છે, તે બાહ્ય અને આત્યંતર પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે છે. સૂત્રકારે ૩૩ બોલના માધ્યમથી શ્રમણોને માટે હેય, જ્ઞેય અને ઉપાદેય બોલનું કથન કર્યું છે. યથાઅપરિગ્રહ મહાવ્રતના આરાધક અસંયમ, રાગ–દ્વેષરૂપ બંધન, ત્રણ દંડ, ચાર કષાય, પાંચ ક્રિયા, આઠ મદ, તેર ક્રિયાસ્થાન, સત્તર અસંયમ વગેરે આત્યંતર પરિગ્રહરૂપ વૈભાવિક ભાવોનો ત્યાગ કરે છે. તેમાંથી કેટલાક બોલ જ્ઞેય છે, યથા–આચાર પ્રકલ્પ, સિદ્ધાદિ ગુણ વગેરેને જાણે. સાધનાને પરિપક્વ બનાવવા માટે ઉપાદેય બોલની આરાધના કરે, યથા શ્રમણધર્મ, ભિક્ષુ પ્રતિમા વગેરે. આ રીતે વિવેકપૂર્વક હેય—શેય—ઉપાદેયનો ભેદ જાણી વિભાવનો ત્યાગ કરી અપરિગ્રહ મહાવ્રતરૂપ સંવરની આરાધના કરે. અહીં વિશેષતયા આપ્યંતર પરિગ્રહ–મૂર્છાભાવ, કષાયભાવ કે વિભાવના ત્યાગની મુખ્યતા છે.
ધર્મવૃક્ષનું રૂપક :
२ जो सो वीरवर - वयण - विरइ पवित्थरबहुविहिप्पयारो सम्मत्त - विसुद्धमूलो धिइकंदो विणयवेइओ णिग्गय - तेल्लोक्क - विउलजस - णिविड- पीण-पवर सु जायखंधो पंचमहव्वय-विसालसालो भावणतयंतज्झाण- सुहजोग - णाणपल्लव वरंकुरधरो बहुगुणकुसुमसमिद्धो सील-सुगंधो अणण्हवफलो पुणो य मोक्खवर बीजसारो मंदरगिरि - सिहर - चूलिआ इव इमस्स मोक्खवर - मुत्तिमग्गस सिहरभूओ संवरवर-पायवो चरिमं संवरदारं