________________
| શ્રુતસ્કંધ –રઅિધ્યયન-૫
૨૨૭ ]
૨૬. અપ્રમાદ: પોતાના દેવસિક અને રાત્રિક આવશ્યક કર્તવ્યમાં અથવા આલોચનામાં પ્રમાદ ન કરે. ૨૭. સવાલવપ્રતિક્ષણ પોતાની સમાચારીના પાલનમાં સાવધ રહે. ૨૮. ધ્યાન સંવરયોગઃ ધ્યાનયોગ દ્વારા આત્માને સંવરિત કરે અર્થાત્ ધ્યાનના માધ્યમથી સંવરની
વૃદ્ધિ કરે. ૨૯. મારણાન્તિક: મારણાન્તિક ઉપસર્ગો આવે છતાં ક્ષોભ ન કરે, મનમાં શાંતિ રાખે. ૩૦. સંગ પરિશા : સંગ-પરિગ્રહની પરિજ્ઞા કરે અર્થાત્ તેના સ્વરૂપને જાણીને ત્યાગ કરે. ૩૧. પ્રાયશ્ચિત્તકરણ: પોતાના દોષોની શુદ્ધિ માટે નિત્ય પ્રાયશ્ચિત્ત કરે. ૩૨. મારણાજિક આરાધના : મરણ સમયે સંલેખનાપૂર્વક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની વિશિષ્ટ
આરાધના કરે. આ બત્રીસ ગુણો આત્મામાં સંગ્રહ કરવા લાયક છે. મુનિ એ ગુણોથી સંપન્ન થવા
માટે સદા પ્રયત્નશીલ રહે. (૩૩) ગુરુ રત્નાધિકની ૩૩ આશાતના આ પ્રમાણે છે(૧) શૈક્ષ (નવ દીક્ષિત અથવા અલ્પ દીક્ષા પર્યાયવાળા) સાધુ રત્નાધિક(વધારે દીક્ષા પર્યાયવાળા) સાધુની અતિ નજીક ચાલે. (૨) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુથી આગળ ચાલે. (૩) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુની પાસે બરાબરીથી ચાલે. (૪)શૈક્ષ સાધુ રત્નાધિક સાધુને અડી અડીને ઊભો રહે. (૫) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુની આગળ ઊભો રહે. (૬) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુની પાસે બરાબરીથી ઊભો રહે. (૭) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુને અડી અડીને બેસે. (૮) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુની આગળ બેસે. (૯) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુની પાસે બરાબરીથી બેસે. (૧૦) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુની સાથે બહાર વિચાર ભૂમિમાં(વડીનીત માટે) ગયા હોય અને શૈક્ષ આજ્ઞા વિના રત્નાધિક સાધુથી પહેલાં ઉપાશ્રયમાં આવી જાય. (૧૧) શૈક્ષ સાધુ રત્નાધિક સાધુની સાથે બહાર ઉચ્ચાર ભૂમિમાં(વડીનીત માટે) જાય અને સાથે ઉપાશ્રયમાં આવી ઈરિયાવહિ પહેલાં કરે. (૧૨) રત્નાધિક સાધુ રાત્રિમાં અથવા વિકાસમાં શૈક્ષને પૂછે કે હે આર્ય! કોણ સૂતા છે અને કોણ જાગે છે? તે સમયે શૈક્ષ સાધુ સાંભળવા છતાં ન સાંભળ્યું કરી જવાબ ન આપે. (૧૩) રત્નાધિક સાથે વાત કરવા યોગ્ય કોઈ વિશિષ્ટ વ્યક્તિ આવે ત્યારે શૈક્ષસાધુ તેની સાથે પહેલાં વાત