________________
૨૨૬ ]
શ્રી પ્રશ્નવ્યાકરણ 2
છે. તેના દ્વારા મોક્ષની સાધના સુંદર રીતે સંપન્ન થાય છે. તે આ પ્રમાણે છે૧. આલોચના : વ્રત–શુદ્ધિને માટે શિષ્ય પોતાને લાગેલા દોષોની ગુરુ પાસે આલોચના કરે. ૨. નિરપલાપઃ શિષ્ય કહેલા દોષો આચાર્ય કોઈને ન કહે. ૩. આપ7 દધર્મ : આપત્તિઓ આવે ત્યારે સાધક પોતાના ધર્મમાં દઢ રહે. ૪. અનિશ્ચિતોપધાન: આશ્રય વિના, અપેક્ષા વિના તપશ્ચરણ કરે. ૫. શિક્ષાઃ સૂત્ર અને અર્થનું પઠન-પાઠન તેમજ અભ્યાસ કરે. ૬. નિસ્પતિ કર્મ ઃ શરીરની સજાવટ, શૃંગાર વગેરે ન કરે. ૭. અશાતતા : યશ, ખ્યાતિ, પૂજાદિ વગેરે માટે પોતાનું તપ પ્રગટ ન કરે – અજ્ઞાત રાખે. ૮. અલોભતા ભકત, પાન અને વસ્ત્ર, પાત્ર વગેરેમાં નિર્લોભ પ્રવૃત્તિ કરે. ૯. તિતિક્ષા: ભૂખ, તરસ વગેરે પરીષહોને સહન કરે. ૧૦. આર્જવ : પોતાનો વ્યવહાર નિચ્છલ તથા સરળ રાખે. ૧૧. શચિ: સત્ય બોલે અને સંયમ પાળવામાં શુદ્ધિ રાખે. ભાવોની, હૃદયની પવિત્રતા રાખે. ૧૨. સમદષ્ટિઃ શંકા વગેરે દોષો દૂર કરીને સમ્યક્દર્શનને શુદ્ધ રાખે. ૧૩. સમાધિ: ચિત્તને સંકલ્પ-વિકલ્પથી રહિત, શાંત રાખે. ૧૪. આચારોપગત : પોતાના આચરણને માયાચારથી રહિત રાખે. આચારનિષ્ઠ રહે. ૧૫. વિનયોપગતઃ વિનય યુક્ત રહે, અભિમાન ન કરે. ૧૬. ધૃતિમતિ : પોતાની બુદ્ધિમાં વૈર્ય રાખે, દીનતા ન કરે. ૧૭. સવેગ : સંસારથી ભયભીત રહે અને નિરંતર મોક્ષની અભિલાષા કરે. ૧૮. પ્રસિધિ: હૃદયમાં માયા શલ્ય ન રાખે. એકાગ્ર ચિત્ત રહે. ૧૯. સુવિધિ: પોતાના ચારિત્રનું વિધિપૂર્વક સમ્યફ પાલન કરે. ૨૦. સંવર: કર્મનાં આવવાનાં કારનો–આશ્રવનો નિરોધ કરે. ૨૧. આત્મદોષપસંહાર : પોતાના દોષોને રોકે અર્થાતુ દોષ ન લાગવા દે. રર. સર્વકામ વિરક્તતાઃ સર્વ વિષયોથી વિરક્ત રહે. ૨૩. મૂલગુણ પ્રત્યાખ્યાન: અહિંસાદિ મૂળ ગુણ વિષયક પ્રત્યાખ્યાન કરે અથવા તેના દોષોનો ત્યાગ
કરે, તેનાથી દૂર રહે. ૨૪. ઉત્તરગુણ પ્રત્યાખ્યાન : ઈન્દ્રિય નિરોધ આદિ ઉત્તરગુણ વિષયક પ્રત્યાખ્યાન કરે અથવા તેના
દોષોનો ત્યાગ કરે. ૨૫. વ્યત્સર્ગ : વસ્ત્રપાત્ર આદિ બહારની ઉપધિ અને મૂચ્છ આદિ આભ્યન્તર ઉપધિનો પરિત્યાગ